ઠુમકા લગાવી કરોડપતિ બનનાર કાચા બદામ ગર્લ એક પોસ્ટ મુકવાના લે છે એટલા બધા રૂપિયા કે જાણી ને લાગશે આંચકો.
આપણા ભારત દેશમાં આજકાલના યુવાનોને સોશિયલ મીડિયા ઉપરનો એટલો બધો ક્રેઝ વધી ગયો છે કે તે લોકો સોશિયલ મીડિયા થકી ખૂબ જ ફેમસ થતા હોય છે અને કેટલાક યુવાનો આજે લાખો નહીં પણ કરોડો રૂપિયાના માલિક બની ગયા છે. એવી જ એક સેલિબ્રિટી થઈ ચૂકેલી યુવતી ની વાત કરવામાં આવે તો તેનું નામ છે અંજલિ અરોરા.
માત્ર 21 વર્ષની વયે થોડી જ સેકન્ડનો વિડીયો બનાવીને ફેમસ થનાર અંજલી અરોરા આજે કરોડો રૂપિયાની માલિક બની ચૂકી છે અને મહિનાના લાખો રૂપિયા કમાય છે. તે સોશિયલ મીડિયા થકી જ બધી કમાણી કરે છે વધુ વિગતે વાત કરીએ તો અંજલી અરોરા બોલીવુડની અભિનેત્રી કંગના ના શો લોકપમાં જોવા મળી હતી અને આ શોમાં તે રનર્સ અપ રહી હતી. આ સો ની વાત કરવામાં આવે તો અંજલી અરોરા જ્યારે આ શો માં હતી ત્યારે તે દર અઠવાડિયે ત્રણથી ચાર લાખ રૂપિયાનો ચાર્જ લેતી હતી.
અંજલી અરોરા તેના instagram પર પોસ્ટ મૂકવા માટે ના 50,000 થી ₹1,00,000 નો ચાર્જ વસૂલ કરે છે અંજલી અરોરા એ મ્યુઝિક વીડિયો સાથે મોડલિંગ અને અભિનયમાં પણ પોતાનું નસીબ અજમાવેલું છે. રિપોર્ટ્સ મુજબ જાણવા મળ્યું કે અંજલી અરોરા નિ કુલ સંપત્તિ 3 કરોડ રૂપિયા ની આસપાસ છે અને તે દર મહિને મોડેલિંગ અને બ્રાન્ડ એડવર્ટાઈઝમેન્ટના ત્રણ લાખ રૂપિયા જેટલી કમાણી કરી શકે છે.
તેના instagram એકાઉન્ટ પર ફોલોવર્સની સંખ્યા 11.7 મિલિયન છે અંજલી અરોરા આજે ભારત દેશવાસીઓના યુવાનોમાં ખાસ હોઠે ચડતું નામ છે. થોડા સમય પહેલા તેનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો હતો. પરંતુ અંજલિ અરોરાએ તે બાબતે સ્પષ્ટતા કરી હતી કે તે વીડિયો માં જોવા મળતી યુવતી તે અંજલી અરોરા પોતે ન હતી. કારણ કે આ વીડિયોમાં અશ્લીલ હરકતો દેખાતી હતી. માટે તે ત્યારે પણ ચર્ચાનો વિષય રહી હતી. આજે કાચા બદામ વાળી યુવતી કરોડોની માલિક બની ચૂકી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!