હાલમાં લગ્નનો માહોલ ખૂબ જ ચાલી રહ્યો છે અને ચારે તરફ બસ લગ્ન જ થતા જોવા મળે છે. આપણે સૌ જાણીએ છીએ તેમ લગ્ન પ્રસંગ એવો છે કે જેમાં ઘર પરિવારના તમામ સભ્યો એકસાથે ભેગા થઈને પ્રસંગને યાદગાર બનાવતા હોય છે. પરંતુ જરા વિચાર કરો કે જે ઘરમાં લગ્ન હોય અને જે દીકરી અથવા દીકરાના લગ્ન હોય તે દીકરીના માતા જ લગ્નમાં હાજર ન હોય એટલે કે માતા મૃત્યુ પામ્યા હોય તે દીકરી ને કેવું દુઃખ થતું હશે.
પરંતુ હાલ એક એવો પ્રસંગ સામે આવ્યો છે કે જેને સાંભળીને તમે દંગ રહી જશો. વધુ વિગતે વાત કરવામાં આવે તો આ ઘટના અંકલેશ્વરમાં બની હતી. તે અંકલેશ્વરમાં જાણીતા સામાજિક કાર્યકર અને બિલ્ડર પિયુષ પટેલની પત્નીનું બે વર્ષ પૂર્વે અવસાન થયું હતું અને પિયુષ પટેલની બે દીકરીઓના લગ્ન થવાના હતા. દીકરીઓને લગ્નમાં માતાની કમીની મહેસુસ તો થતી જ હોય પરંતુ કરે શું.
આથી પિતાએ એવું કર્યું કે જેથી લોકો પણ આશ્ચર્ય માં પડી ગયા હતા. પિયુષ પટેલે પોતાની દીકરીના લગ્નમાં માતાની આબેહૂબ વેક્સ અને સિલિકોનની રિયાલિસ્ટિક મૂર્તિ બનાવી અને લગ્નના સ્ટેજ ઉપર મૂકીને પુત્રીઓને અનોખી ભેટ આપી હતી. દીકરીઓને માતાના મૃત્યુ બાદ લગ્નમાં માતાની ગેરહાજરી ન લાગે આથી પુત્રીઓને આ અનોખી ભેટ આપવામાં આવી હતી.
જેમાં પિતાએ તેના મિત્રના સહયોગથી વડોદરા ફાઈન આર્ટસ કોલેજના સંજય રાજા અને વિદ્યાર્થી વિભા પટેલની મદદથી આબેહૂબ વેક્સ સિલિકોન ની રિયાલીસ્ટિક મૂર્તિ તૈયાર કરાવી હતી. જ્યારે પુત્રીઓ લગ્નના સ્ટેજ ઉપર પહોંચી એ સમયે 1008 મહંત ગંગાદાસ બાપુ અને પિયુષ પટેલે જ્યારે પરદો ઉઠાવ્યો ત્યારે માતાની જલક નજર આવતા દીકરીઓની આંખોમાં હર્ષના આંસુ છલકાઈ આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!