ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા નો છે આજે જન્મદિવસ કપરી પરિસ્થિતિ માંથી પસાર થઇ આજે,,જાણો તેની સફર.
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી એવા રવિન્દ્ર જાડેજા આજે તેમનો 34 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. 6 ડિસેમ્બર 1988 ના રોજ રવિન્દ્ર જાડેજા નો જન્મ જામનગર માં થયો હતો. રવિન્દ્ર જાડેજા ભારતીય ક્રિકેટ ટીમમાં બોલર, ફિલ્ડર અને બેટ્સમેન તરીકે સૌથી બેસ્ટ ખેલાડી છે. પોતાના પ્રદર્શનથી આખી ટીમને ખૂબ જ ફાયદો કરાવતા હોય છે.
હાલમાં રવિન્દ્ર જાડેજા ઇજાના કારણે બહાર થઈ ચૂકેલા છે. પરંતુ જલ્દીથી સ્વસ્થ થઈને ફરીથી ટીમ ઇન્ડિયા ને નવી ઊંચા સુધી પહોંચાડી દેશે. રવિન્દ્ર જાડેજા ના અંગત જીવનની વાત કરવામાં આવે તો રવિન્દ્ર જાડેજા ના પિતા અનિરુદ્ધ જાડેજા એક ખાનગી કંપનીમાં ચોકીદારનું કામ કરતા હતા. તેઓ તેમના પુત્ર રવિન્દ્ર જાડેજા ને ભારતીય સેનામાં મોકલવા માંગતા હતા.
પરંતુ બાળપણથી જ રવિન્દ્ર જાડેજા ને ક્રિકેટ પ્રત્યે ખાસ લાગણી હતી આથી તે ક્રિકેટ રમતા હતા. પરંતુ વર્ષ 2005માં તેમની માતાનું એક અકસ્માતમાં મોત થઈ ચૂક્યું હતું. જેના બાદ રવિન્દ્ર જાડેજા ને ખૂબ આઘાત લાગતા તેને ક્રિકેટ રમવાનું લગભગ છોડી દીધું હતું. પરંતુ તેમના કોચની મદદથી તેઓ ફરી ક્રિકેટમાં આવ્યા અને તેમણે ડોમેસ્ટિક ક્રિકેટમાં સારો એવો દેખાવ કર્યો જેના કારણે તેમને આઇપીએલમાં રમવાનો મોકો મળ્યો.
વર્ષ 2009માં તે ભારતીય ટીમમાં સામેલ થયા. વન-ડેમાં તેના પ્રથમ ચાર વર્ષ કોઈ ખાસ રહ્યા ન હતા. પરંતુ વર્ષ 2013માં ઇંગ્લેન્ડ સામેની ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેને સૌથી વધુ વિકેટ લીધી અને ગોલ્ડન બોલ પણ જીતી લીધો હતો. ત્યારબાદ રવિન્દ્ર જાડેજા ખૂબ જ આગળ વધતા ગયા અને આજે ભારતીય ટીમમાં ખૂબ જ નામ ધરાવતા ખેલાડી બની ચૂક્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!