India

ચા માં ઊંઘ ની ગોળી આપી બેભાન માતા નું ગળું દીકરી એ બ્લેડ વળે કાપી નાખ્યું,,આખી ઘટના જાણી ધ્રુજી ઉઠશે.

Spread the love

રોજબરોજ હત્યા અને આત્મહત્યાના અનેક કિસ્સાઓ સામે આવ્યા જ કરે છે. પરંતુ એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે કોઈ વિશ્વાસ પણ ન કરી શકે. એક દીકરીએ જ તેની માતાની હત્યા કરી નાખી છે. આ ઘટના નોઈડાથી સામે આવી છે. જેમાં જાણવા મળ્યું કે આંબેડકર નગર વિસ્તારમાં રહેતા ભાજપના નેતા સુધારાની ની હત્યા તેની જ પુત્રીએ કરી નાખી હતી. 55 વર્ષના સુધા રાની નામના મહિલા ની લાશ તેના જ ઘર પર લોહીથી લથપથ મળી આવી હતી.

સુધારાની ના પતિનું મૃત્યુ પહેલા જ થઈ ચૂક્યું હતું. સુધારાની ને એક દેવયાની નામની પુત્રી પણ છે. પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે દીકરી દેવ્યાનીએ લૂંટફાટમાં તેની માતાની હત્યા થઈ હતી અને લૂંટારુઓ અમુક ઘરેણા લઈને ભાગી ગયા તેવી વાત સામે રાખી હતી. પરંતુ પોલીસને દીકરી ઉપર શંકા હતી. આથી દીકરીની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી તો તે ભાંગી ચૂકી અને દીકરીએ પોતાનો ગુનો સ્વીકારી લીધો હતો.

અને તેને જ તેની માતાની હત્યા કરી તેવું સામે આવ્યું હતું. દેવયાની ની વાત કરવામાં આવે તો દેવયાની એ ચેતન નામના યુવક સાથે લગ્ન કર્યા હતા પરંતુ તે ચેતનથી અલગ રહેતી હતી અને તેના બોયફ્રેન્ડ શીબુ નામના વ્યક્તિ સાથે રહેતી હતી. પરંતુ જાણવા મળ્યું કે દેવયાનીના બોયફ્રેન્ડ શિબુને મૂકીને તેના મિત્ર કાર્તિક ચૌહાણ સાથે દેવયાની લગ્ન કરવા માંગતી હતી અને તે કાર્તિક ચૌહાણના પ્રેમમાં હતી.

દીકરી બોયફ્રેન્ડ સાથે રહે તે માતાને પસંદ ન હતું અને એટલું જ નહીં માતાએ તેના આ કારણોસર તેને પ્રોપર્ટીમાંથી પણ બે દખલ કરવાની ધમકી આપી હતી અને દીકરીને આર્થિક મદદ પણ કરવાનું બંધ કરી દીધું હતું. આથી દેવ્યાનીએ તેના બોયફ્રેન્ડ ના મિત્ર કાર્તિક ચૌહાણને ઘરે બોલાવ્યો અને સૌપ્રથમ તો દેવયાની તેની માતા અને તેના એક દૂરના કાકા ની ચા માં ઊંઘની ગોળીઓ ભેળવી દીધી હતી.

બાદમાં કાર્તિક ચૌહાણને ઘરે બોલાવી અને બધી ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં દેવયાની એ એક બ્લેડ વડે તેની માતા નું ગળું કાપી નાખ્યું હતું અને ત્યારબાદ બ્લેડ ને બારીની બહાર ફેંકી દીધી હતી. ત્યારબાદ કાર્તિક ચૌહાણ દેવયાની ની માતાના ઘરેણા અને રોકડ રકમ લઇ ત્યાંથી ભાગ્યો હતો. આમ આ આખું કાવતરું પુત્રી એ જ રચ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *