સ્ટ્રોબેરી ની ખેતી એટલે ખેડૂતો બન્યા લખપતિ ! ઓછા ખર્ચે વધુ નફો કમાય આપે છે સ્ટ્રોબેરી ની ખેતી,,જાણો કઈ રીતે.
આપણા ભારતમાં શિયાળાની ઋતુ શરૂ થઈ ચૂકી છે. શિયાળાની ઋતુ ખેડૂતો માટે ખૂબ સારી ઋતુ છે. કારણ કે શિયાળાની ઋતુમાં ખેડૂતો અવનવા પાકોનું વાવેતર કરી શકે છે. ભારત દેશમાં લગભગ મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. શિયાળાની ઋતુમાં ખેડૂતો માટે સ્ટ્રોબેરીની ખેતી કરવી ખૂબ જ હિતાવવા સાબિત થાય છે. સ્ટ્રોબેરીની ખેતી કરીને ખેડૂતો ખૂબ જ મોટો નફો કમાઈ શકે છે.
પહેલા ખાસ કરીને પહાડો માં અને ઠંડા પ્રદેશોમાં સ્ટ્રોબેરીની ખેતી થતી હતી. પરંતુ હવે યોગ્ય આયોજન થકી સ્ટ્રોબેરીની ખેતી બધી જગ્યાએ થઈ શકે છે. આપણા ભારતમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક વગેરે રાજ્યો સ્ટ્રોબેરીની ખેતી માટે પ્રખ્યાત છે. સ્ટોબેરીનું વાવેતર નવેમ્બરથી ડિસેમ્બર મહિનામાં થાય છે અને ઠંડા પ્રદેશોમાં જાન્યુઆરીથી માર્ચ મહિનામાં પણ વાવેતર કરી શકાય છે.
શિયાળાની ઋતુમાં સ્ટ્રોબેરીની માંગમાં ખૂબ જ વધારો થાય છે. સ્ટ્રોબેરી ની કેટલીક સુધારેલી જાતો પણ હાલ જાણીતી છે. વિશ્વમાં સ્ટોબેરીને લગભગ 600 જેટલી જાતો જાણીતી છે. સ્ટ્રોબેરીની આ જાતોને ખેતરમાં રોપ્યા પછી 40 થી 50 દિવસમાં પાક તૈયાર થઈ જતો હોય છે. સ્ટોબેરી ની ખેતી કરવા માટે સૌપ્રથમ ખેતરમાં પથારી તૈયાર કરવામાં આવે છે. તેના પર મલચીંગ પેપર લગાવીને ટપક સિંચાઈની વ્યવસ્થા કરવામાં આવે છે.
ત્યારબાદ તેમાં રાસાયણિક ખાતરોને બદલે ગાયના છાણ અને કંપોસ્ટ ઉમેરીને તેની ખેતી કરવામાં આવે છે. સ્ટ્રોબેરીની ખેતી કરતાં પહેલાં જમીન અને આબોહવા નું નિરીક્ષણ કરી લેવું આવશ્યક હોય છે. સ્ટોબેરીની ખેતી ખેડૂતોને ખૂબ જ નફો કમાઈ આપે છે. એક એકર વિસ્તારમાં લગભગ 22000 સ્ટ્રોબેરીના છોડ વાવી ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી થી લાખ રૂપિયા ની કમાણી કરી શકે છે. સ્ટોબેરી ની ખેતી માટે સારી ટેકનોલોજીનો ઉપયોગ, સારી કાળજી, સ્ટોબેરીની ખેતીનું જ્ઞાન, સારી જાતના બિયારણો અને માર્કેટિંગ નું યોગ્ય સમજણ એટલે ખેડૂતો લાખોપતિ બની શકે છે.
સ્ટોબેરીના વાવેતરના 50 દિવસ પછી રોજ રોજ પાંચ થી છ કિલો ઉપજ મળે છે. દરેક છોડ 500 થી 700 ગ્રામ ઉત્પાદન આપી શકે છે અને એક સિઝનની વાત કરવામાં આવે તો 80 થી 100 ક્વિન્ટલ સ્ટોબેરીનું ઉત્પાદન થઈ શકે છે. ભારતમાં સ્ટોબેરીની ખાસ એવી માંગ જોવા મળે છે અને ખાસ કરીને ઠંડા પ્રદેશોમાં સહેલાણીઓને સ્ટ્રોબેરી ખૂબ જ આકર્ષિત કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!