મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં વિશ્વ ની સ્થિતિ ઘણી નાજુક જોવા મળી રહી છે એક તરફ દુનિયા ના વિવિધ દેશો યુદ્ધ ના કારણે હેરાન છે તેવામાં બીજી તરફ આ યદ્ધ ની અસર સામાન્ય વ્યક્તિ ના ખિચા પર પણ પડી રહી છે સતત વધી રહેલા ભાવો અને મોંઘવારી ને કારણે લોકોના હાલ બેહાલ થઈ ગયા છે.
તેવામાં આપણે સૌ જાણીએ છિએ કે દેશ મા ફરી એક વખત લગ્નનો સમયગાળો શરૂ થવા જાઇ રહ્યો છે આપણે સૌ જાણીએ છિએ કે ભારતીય લગ્ન માં સોના અને ચાંદી ને ઘણું મહત્વ આપવામાં આવે છે તેવામાં સોના ચાંદી ની માંગ વધારવામા આવે છે. તો ચાલો આપણે આજના સોના ચાંદી ના ભાવ વિશે માહિતી મેળવીએ.
જણાવી દઈએ કે આજે એટલે કે બુધવારે સોનાની કિંમત 10 ગ્રામ માટે ₹51578 જોવા મળી હતી, અગાઉ આ સોનાની કિંમત ₹51457 પ્રતિ 10 ગ્રામ હતી. એટલે કે બુધવારે સોનાની કિંમતમાં ₹121નો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે વાત આજના દિવસે ચાંદી અંગે કરીએ તો આજે ચાંદીની કિંમત ₹65825 પ્રતિ કિલોગ્રામ નોંધાઈ હતી, એટલે કે ચાંદી અગાઉ કરતા ₹94નો ઘટાડો નોંધાયો
હવે જો આજના જ દિવસે સોના ના અલગ અલગ શુદ્ધતા ના ભાવ વિશે માહિતી મેલવિએ તો 24 કેરેટ સોનાની કિંમત ₹51578 પ્રતિ 10 ગ્રામ છે કેજે 23 કેરેટ માટે ₹51371 નોન્ધાયો હતો આજ ભાવ 22 કેરેટ અને 18 કેરેટ માટે અનુક્રમે ₹47245 અને ₹38684 10 ગ્રામ માટે હતો. જયારે 14 કેરેટ સોનાનો ભાવ ₹30102 પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો.
જણાવી દઈએ કે વર્તમાન માં સોનું તેના સર્વકાલીન ઉચ્ચ દરથી ₹4622 પ્રતિ 10 ગ્રામ સસ્તું થઈ રહ્યું છે અને ચાંદી તેના સર્વકાલીન ઉચ્ચ દરથી ₹14061ના દર સસ્તું મળી રહ્યું છે. તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. ‘BIS Care app’ થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે.