અમર પ્રેમ કથા ! લગ્ન પહેલા કન્યા અપંગ થઇ જેના કારણે પતિએ જે કર્યું તે જાણીને સૌ કોઈને…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે તેવામાં અનેક દંપતિ પવિત્ર અગ્નિ ની સાક્ષીએ કાયમ માટે એક બીજાના થવા અને જીવનના દરેક સુખ અને દુઃખ તથા દરેક તકલીફ માં એક બીજાનો હંમેશા સહારો બનવા અને વિકટ થી વિકટ પરિસ્થિતિ માં પણ એક બીજા ની સાથે રહેવાના વચનો આપે છે.
આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં એવા પણ અમુક લોકો છે કે જેઓ માત્ર શરીરને જ પ્રેમ કરે છે તેમના માટે પ્રેમનો અર્થ માત્ર શરીર બની ગયું છે આવા લોકોને કારણે જ પ્રેમ બદનામ થઈ રહ્યો છે જોકે હાલમાં એવા પણ ઘણા લોકો છે કે જેઓ સમાજ માં સાચા પ્રેમનું ઉદહારણ પણ પૂરું પાડે છે. આપણે અહીં આવા જ એક સાચા પ્રેમના કિસ્સા વિશે વાત કરવાની છે કે જ્યાં યુવક યુવતિ નો પ્રેમ અમર થઈ ગયો છે.
મિત્રો આ બનાવ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ વિસ્તાર ના કુંડા વિસ્તાર નો છે. કે જ્યાં એક યુગલ ના લગ્ન હતા જે માં કન્યા નું નામ આરતી અને વર નું નામ અવધેશ છે. પરંતુ જાણે બંનેના આ પ્રેમને કોઇની નજર લાગી ગઈ હોઈ તેમ લગ્નના આશરે 8 કલ્લાક પહેલા જ આરતી એક્ નાના બાળકને બચાવવા જતાં છત પરથી લપસી ગઈ અને નીચે પડી ગઈ હતી.
જેના કારણે આરતીને કરોડરજ્જુ અને કમર, પગ સહિત શરીરના અનેક ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી. જે બાદ તેને સારવાર માટે હોસ્પીટલ માં લઇ જવામાં આવી ઘટના બાદ લગ્નની ખુશીઓ માં ડુબેલ પરિવાર પર દુઃખ નો પહાડ આવી પડ્યો. જોકે સારવાર બાદ ડોક્ટરે જણાવ્યું કે આરતી અપંગ થઈ ગઈ છે અને સારવાર બાદ પણ આરતી સંપૂર્ણ સ્વસ્થ થશે કે એવી કોઈ આશા નથી.
આવા સમયે કે જ્યાં એક બાજુ લગ્નને લઈને તમામ તૈયારીઓ થઈ ગઈ હતી અને મહેમાનો આવી ગયા હતા તેવામાં આરતી ની આવી હાલત ને કારણે તેના પરિવાર માં દુઃખની સાથો સાથ ચિંતા નો માહોલ પણ હતો કારણ કે પરિવાર ને આરતીના લગ્ન તૂટી જશે તેવો ભઈ હતો તેવામાં આરતીના પરિવારજનોએ અવધેશને આરતીની નાની બહેન સાથે લગ્ન કરવાની ઓફર કરી હતી.
પરંતુ કહેવાય છે કે સાચો પ્રેમ શરીર નહીં પરંતુ આત્મા સાથે થાય છે તેવો જ ગાઢ પ્રેમ આરતી અને અવધેશ વચ્ચે હતો જેના કારણે આરતી અપંગ થઈ હોવા છતા પણ અવ્ધેશ્ નો પ્રેમ આરતી પ્રત્યે ઓછો થયો નહીં અને તેણે હોસ્પિટલમાં સ્ટ્રક્ચર પર પડેલી હાલતમાં આરતી સાથે જ લગ્ન કર્યા. અને પ્રેમની અનોખી મિશાલ આપી.