Gujarat

માનવતા નું સાચું સ્વરૂપ રૂપી ખજૂર ભાઈ જયારે એક દિવ્યાંગ યુવતીને મળવા ગયા અને તે સમયે જે થયું..જુઓ વીડિઓ

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમયમાં દરેક વ્યક્તિઓ પાસે અઢળક કામ છે. અને તેમની પાસે કામ કરવા માટે સમય ઓછો છે. આપણે સૌ જાણીએ છીએ કે કુદરત દ્વારા આપણને એક સારું અને સ્વસ્થ શરીર આપવામાં આવ્યું છે કે જેથી આપણે આપણા તમામ કર્યો આરામથી કરી શકીએ. છતાં પણ ઘણી વખત એવું બને છે કે આપણે આપણા કાર્યથી ઘણા કંટાળી જઈએ છીએ કે અને જીવનમાં ઘણી વખત નિરાશ પણ થઇ જઈએ છીએ. જો કોઈ મુસીબત આવે ત્યારે હતાશ થયેલ વ્યક્તિ એવું વિચારે છે કે તેની સાથે ખોટું થાય છે. જો કે ઘણી વખત આવી હતાશામાં માનવી પોતાની જિંદગીની રેશ પણ હારી જાય છે.

તેવામાં આપણે અહીં એક એવી યુવતી વિશે વાત કરવાની છે કે જે પોતે દિવ્યાંગ હોવા છતાં પણ જીવનમાં ઘણો સંઘર્ષ કરીને લોકો માટે પ્રેરણા પુરી પડી રહી છે. જણાવી દઈએ કે હાલમાં જ આ યુવતી વિશે માહિતી મળતા ગુજરાતના લોક પ્રિય કલાકાર ખજૂર ભાઈ તેમને મળવા ગયા હતા. મિત્રો આપણે સૌ ખજૂર ભાઈને ઓળખીએ છીએ. તેઓ પોતે એક કલાકાર કરતા પણ વિશેસ એક સારા વ્યક્તિ પણ છે. તેઓ સમાજ કલ્યાણ અને જરૂરિયાતમંદ લોકો માટે અનેક કર્યો કરતા રહે છે.

તેમણે છેલ્લા ઘણા સમયથી જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનું અને તેમને પાક્કા મકાન અને આર્થિક મદદ કરવાનું મિશન શરુ કર્યું છે તેના કારણે અનેક લોકોના બદલાવ આવ્યા છે. ખજૂર ભાઈની આવી માનવતા ને કારણે આજે ચારે તરફ તેમના વખાણ થઇ રહ્યા છે. તેઓ લોકોને મદદ કરવાની સાથે સાથે તેમને જીવનમાં આગળ વધવા માટે ઘણા પ્રોત્સાહિત કરે છે. આજ કડીમાં તેઓ આ દિવ્યાંગ યુવતીને મળવા ગયા હતા.

જો વાત આ દિવ્યાંગ યુવતી અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમનું નામ દિવ્યા બહેન છે અને તેઓ સુરત માં રહે છે, જણાવી દઈએ કે દિવ્યા બહેન બંને પગે અપંગ છે અને તેમની ઉંચાઈ પણ સામાન્ય કરતા ઓછી છે આમ તેઓ ભગવાનના વિશિષ્ટ સંતાન છે, જણાવી દઈએ કે તેમની શારીરિક બાંધો કોઈ દિવસ તેમના કામ માટે નડ્યો નથી કે તેઓ પોતાના શરીર ને લઈને કયારે પણ હતાશ થયા નથી. તેઓ અનેક મુસીબત નો સામનો કરીને પણ જીવન જીવી રહ્યા છે અને લોકોને પ્રેરણા આપી રહ્યા છે.

જણાવી દઈએ કે દિવ્યા બહેન એક આર્ટિસ્ટ છે આ ઉપરાંત તેઓ એક સારા ગાયક પણ છે. તેમની ઈચ્છા જીવનમાં સફળતા મેળવવાની છે અને એક એકેડમી ખોલીને અન્ય લોકોને ગાઈડ કરવાની છે. તેઓ હંમેશા કહે છે કે કોઈ પણ પરિસ્થિતિ હોઈ વ્યક્તિએ કયારે પણ હતાશ થવું જોઈએ નહિ તેમણે ફક્ત મહેનત કરવી જોઈએ.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *