તુલસીના પાન તથા તુલસીના પાનનું પાણી પીવાથી શરીરને થઇ શકે છે આ આ મોટા ફાયદા ! વિશ્વાસ ન આવે તો અજમાવી જુઓ એક વાર…
તુલસીની ઔષઘીને આપણા હિન્દૂ ધર્મની અંદર ખુબ વધારે મહત્વ આપવામાં આવતું હોય છે, આપણી કાઠીયાવળી સંસ્કૃતિમાં તો તમને ખબર જ હશે કે તુલસીને આપણી માતા ગણવામાં આવે છે અને દેવ દિવાળીના દિવસે તુલસી માતાના ભગવાન કૃષ્ણ સાથે વિવાહ કરવામાં આવે છે. તુલીસ માતાને ફક્ત માતા ગણવા માટેનું આ એક કારણ જ નહીં પરંતુ બીજા અનેક એવા કારણો છે. આમ તો થોડો ઘણો ખ્યાલ હશે જ કે તુલસી પાન શરીર માટે ખુબ સારું માનવામાં આવે છે.
તુલસી પાનને જેટલું જ શરીર માટે સારું ગણવામાં આવે છે તેટલું જ પવિત્ર પણ માનવામાં આવે છે એવામાં આજના આ લેખના માધ્યમથી અમે તુલસી પાન વિશેના અનેક એવા ફાયદા વિશે જણાવાના છીએ. તુલસી પાનનું સેવન કરવાથી કોઈ પણ વ્યક્તિની થાકોડો દૂર થવા પામે છે એટલું જ નહીં જો તમે રોજ તુલસી પાનનું સેવન કરતા થઇ જાવ તો ઘણા બધા તણાવથી તમને છુટકારો મળી શકે છે, તુલસી પાનની અંદર કોર્ટિસોલ હોર્મોન હોય છે આથી જ તે કોઈ પણ જાતનો તણાવ દૂર કરવા માટે મદદરૂપ સાબિત થઇ શકે છે.
વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો હાલ અનેક લોકો શુગરની પ્રોબ્લમ થઇ ચુકી છે આથી લોકો આ પ્રોબ્લમને દૂર કરવા માટે અનેક રીત ભાતો અપનાવતા હોય છે, પરંતુ મિત્રો જો તમે તુલસીના પાન ખાવા લાગશો તો શુગર લેવલ પણ કંટ્રોલમાં આવવા લાગે છે, તુલસીના પાનને પાણી સાથે પીવાથી શરીરમાં મેટાબોલિઝ્મ મજબૂત થાય છે જેથી શુગર લેવલ ખુબ કંટ્રોલમાં આવવા લાગે છે. એટલું જ નહીં તુલીસીની અંદર પ્રાકૃતિક કેમિકલ પણ હોય છે જેથી નિયમિત રીતે તેનું સેવન કરવાથી વજનમાં પણ ઘટાડો થઇ શકે છે.
વ્યસ્ત જીવનશૈલિને ધ્યાનમાં રાખીને જો વાત કરવામાં આવે તો લોકોની પાચન પ્રક્રિયા ખુબ ઢીલી પડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે એવામાં જો આવી પરેશાનીથી પીડિત લોકો એક ગ્લાસ તુલસીના પાણીનું સેવન કરવા લાગે તો પાચનની આ ક્રિયાની સમસ્યા દૂર થઇ જાય કારણ કે તુલીસના પાણીની અંદર એસિડ રિફ્લક્સ હાજર હોય છે આથી આ વિટામિન પેટમાં રહેલા ખરોકને પચાવાનું કાર્ય કરતું રહે છે.
અસ્થમા તેમ જ શ્વાસ લેવાની અનેક એવી બીમારીથી પીડીતી લોકો માટે તુલસીનું સેવન ખુબ જરૂરી બની જાય છે કારણ કે તુલસીના પાણી પીવાથી શરદી-તાવ જેવી અનેક બીમારો દૂર ભાગતી હોય છે એટલું જ નહીં આ અસ્થમા જેવી મોટી મોટી બીમારીઓને પણ તુલસી ખુબ દૂર ભગાડતું હોય છે.