સુશાંત સિંહ મર્ડર કેસ માં વળાંક- પોસ્ટમોર્ટમ કરનાર એક અધિકારી નો દાવો તેના શરીર પર ઘા ના નિશાન અને,
14 જૂન 2020 ના રોજ બોલીવુડના યુવાન અભિનેતા સુશાંત સિંહ રાજપુત નું બાંદ્રા માં આવેલા ઘરમાં રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. પ્રાથમિક દૃષ્ટિએ કેસને આત્મહત્યા ગણવામાં આવતો હતો. વિરોધ પક્ષ અને ચાહકો તથા મીડિયાના દબાણને કારણે કેસની તપાસ સીબીઆઇના સોંપવામાં આવી હતી. સીબીઆઇના છેલ્લા રિપોર્ટમાં પણ મોતનું કારણ આત્મહત્યા જણાવવામાં આવ્યું હતું.
પરંતુ હાલમાં સુશાંત સિંહ ના કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. જેમાં જાણવા મળ્યું કે સુશાંત સિંહ રાજપુત નો મૃતદેહ જ્યારે કૂપર હોસ્પિટલમાં પીએમ અર્થે લાવવામાં આવ્યો હતો ત્યારે ઓટોપસી સ્ટાફમાં સામેલ રૂપ કુમાર શાહે સુશાંતસિંહ નો મૃતદેહ જોયા બાદ પહેલી નજરમાં જ કહ્યું હતું કે આ મર્ડર છે. કારણ કે સ્ટાફના રૂપ કુમાર શાહે દાવો કર્યો છે કે સુશાંત સિંહ રાજપૂતનું જ્યારે પાર્થિવ શરીર પીએમ અર્થે આવ્યો હતો ત્યારે સુશાંતના શરીર પર ઘા ના અનેક નિશાન હતા.
તેને ગરદન ઉપર પણ ઘા ના બે થી ત્રણ નિશાનો દેખાઈ રહ્યા હતા. પીએમ નું રેકોર્ડિંગ કરવાનું હોય પરંતુ અધિકારીઓએ માત્ર ફોટા લઈને જ સંતોષ માન્યો હતો. રૂપકુમાર શાહે જણાવ્યું કે તેને સુશાંત સિંહની બોડી જોતા તેને ઉપર ના અધિકારીઓને કહ્યું કે આ મર્ડર છે પરંતુ અધિકારીઓએ તેને કહ્યું કે આ ચર્ચા આપણે પછી કરીશું. એટલા માટે તે લોકોએ કઈ પણ વિચાર્યા વગર તેની બોડીનું પીએમ કરી નાખ્યું હતું.
રૂપ કુમાર સાહેબ વધુ કહ્યું કે જો તેને આ બાબતે ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા તપાસ અર્થે બોલાવવામાં આવશે તો તે સ્ટેટમેન્ટ જરૂરથી આપશે. તો બીજી તરફ આ કેસના સુશાંતના વકીલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી કે શુશાંત શરીર પર ઘા ના નિશાન હતા કે નહીં એ વિશે હું સ્પષ્ટ કહી શકું એમ નથી.
પરંતુ તેને કહ્યું કે સુશાંત નું મૃત્યુ કોઈ સામાન્ય મૃત્યુ ન હતું. એની પાછળ કોઈ કાવતરું કરવામાં આવેલું હતું અને કહ્યું કે આ કેસ માત્ર સીબીઆઇ જ ઉકેલી શકશો. આમ સુશાંતસિંહ મર્ડર કેસના અઢી વર્ષ વીત્યા છતાં પણ હજુ અનેક સવાલોના જવાબ અકબંધ જોવા મળે છે અને અનેક સવાલો અસમંજસ ભર્યા સામે આવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!