ટીવી-સિરિયલ અભિનેતા નીલ ભટ્ટે લગ્ન ની પ્રથમ વર્ષગાંઠ પર લગ્ન ની શાનદાર તસવીરો કરી શેર,,જુઓ તસ્વીર.
હાલમાં ભારતમાં લગ્નની સિઝન ખૂબ જ ધૂમધામપૂર્વક ચાલી રહી છે. લોકો લગ્નમાં મગ્ન થઈ ગયેલા જોવા મળે છે. રોજબરોજ સોશિયલ મીડિયા પર લગ્નના વિડીયો પણ વાયરલ થતા હોય છે. એવામાં ટીવી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા અભિનેત્રી અને અભિનેતા પણ લગ્ન કરવા માં મસ્કુલ થઈ ગયેલા જોવા મળે છે.
પરંતુ હાલમાં નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્માની લગ્નની પ્રથમ વર્ષ ગાંઠ હોય નીલ ભટ્ટે કેટલીક લગ્નની તસવીરો શેર કરીને પ્રથમ લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી છે. સીરીયલ ગુમ હે કિસી કે પ્યાર મેં ના ફેમ નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા ની જોડી આખા ભારતમાં પ્રખ્યાત છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. નીલ ભટ્ટ અને એશ્વર્યા શર્મા ના લગ્નની પ્રથમ વર્ષગાંઠ હોય નીલ ભટ્ટે આ અવસર પર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર લગ્નની કેટલીક ખાસ તસવીરો શેર કરી હતી.
જેમાં બંને જણા ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. તસવીરો શેર કરતા નીલ ભટ્ટે લખ્યું કે, અમારા લગ્નને એક વર્ષ થઈ ગયું. એવું લાગે છે કે ગઈકાલની જ વાત છે અને તેમ છતાં એવું લાગે છે કે અમે ખૂબ સાથે જીવ્યા છીએ અને તેની પત્નીને શુભકામનાઓ પાઠવી હતી. તો નીલ ભટ્ટની આ સુંદર પોસ્ટ ઉપર પત્ની ઐશ્વર્યા શર્માએ પણ કોમેન્ટ કરીને તેને શુભકામનાઓ પાઠવી હતી. તસવીરોમાં જોઈ શકાય છે તેમ લગ્નની તસવીરોમાં બંને પતિ પત્ની લગ્નના કપડામાં ખૂબ જ સુંદર લગઈ રહ્યા છે.
અને લગ્નના સાત ફેરા લઈ રહ્યા છે. તસવીરોમાં સાફ નજર આવે છે કે તેના ચહેરા ઉપર લગ્નની ખુશી કંઈક અનોખી જ જોવા મળે છે અને આ તસવીરો જોતા તેના ચાહકો પણ બંનેને લગ્નની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે શુભકામનાઓ પાઠવી રહ્યા છે અને કપલને આશીર્વાદ આપી રહ્યા છે. સીરીયલ ગુમ હે કિસી કે પ્યાર મેં ના સેટ ઉપર બંનેની મુલાકાત થઈ હતી. બંને એ તેમાં પતિ પત્નીની ભૂમિકા ભજવી હતી અને 30 નવેમ્બર 2021 ના રોજ બંને લગ્નજીવનમાં બંધાયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!