લગ્ન ના મંડપ માં કન્યા ની વરરાજા પાસે અનોખી માંગણી ! દહેજ આપો નહીં તો જાન પાછી લઇ જાવ…જુઓ વિડીયો.
લગ્ન ના વિડીયો આપણને અવારનવાર સોશિયલ મીડિયા પર જોવા મળતા હોય છે. ભારત ના હજુ ઘણા એવા રાજ્યો છે કે જ્યાં હજુ સુધી કોઈ લગ્ન હોય તો તેમાં કન્યા ના પરિવાર દ્વારા સામે ના પક્ષો ને દહેજ આપવામાં આવે છે. દહેજ ની માંગણી પણ ખુબ જ મોટી હોય છે. ક્યારેક કન્યા ના પરિવાર વાળા મોં માંગ્યું દહેજ આપી શકતા હોતા નથી. આથી લગ્ન તૂટી જતા હોય છે.
તો ક્યારેક લગ્ન બાદ કન્યા ને દહેજ આપવા બાબતે ખુબ જ હેરાન કરવામાં આવતી હોય છે. ક્યારેક એટલી બધી હદે હેરાન કરવા માં આવતા હોય છે કે કન્યા આપઘાત કરી બેસે છે. સોશિયલ મીડિયા માં જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે. તેમાં કંઈક ઉલટું જોવા મળે છે. એટલે કે દહેજ વરરાજા ના પરિવાર કે વરરાજા દ્વાર માંગવામાં આવતું નથી. પરંતુ, કન્યા દ્વારા દહેજ ની માંગણી કરવામાં આવે છે.
વિડીયો માં જોઈ શકાય છે કે, કન્યા અને વરરાજા લગ્ન ના મંડપ માં લગ્ન ની વિધિ કરવા બેઠ્યાં છે. એવામાં કન્યા દ્વારા વરરાજા પાસે દહેજ ની માંગણી કરવામાં આવે છે. કન્યા પોતે એક સરકારી સ્કૂલ માં શિક્ષિકા છે. શિક્ષિત કન્યા વરરાજા ને કહે છે કે, પેલા તે મારુ જેટલું દહેજ છે તે મને આપે. જો દહેજ ના આપવું હોય તો જાન પાછી લઇ જાય. આ સાંભળી ને વરરાજા ના આંખો માંથી આંસુ વહેવા લાગ્યા. જુઓ વિડીયો.
View this post on Instagram
આ વીડિયોને bhutni_ke_memes નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયો જોયા બાદ લોકો ઝડપી પ્રતિક્રિયા આપી રહ્યા છે.આવો વિડીયો તો ભાગ્યે જ જોવા મળે છે. અને આવી માંગણી કન્યા તરફ થી પણ ભાગ્યે જ જોવા મલે છે. લોકો પણ આ વિડીયો જોઈ ને ચકિત રહી ગયા છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.