UP: 30-સેકન્ડ માં 10-ઝાપટો આ બાળકી ને પડી..સ્કૂલ માં ઘરકામ ના લઇ જતા શિક્ષિકા એ આપેલી સજા…જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર આપણને રોજબરોજ અવનવા વિડીયો વાયરલ થતા જોવ મળે છે. જેમાં ક્યારેક એવા એવા વિડીયો વાયરલ થતા હોય છે કે, જોઈ ને આપણે પણ હચમચી જતા હોય એ છીએ. એવો જ એક સ્કૂલ ના શિક્ષિકા નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક શિક્ષિકા એન નાની બાળકી ને ધડાધડ ઝાપટો મારતી જોવા મળે છે. બાળકી નો વાંક માત્ર એટલો જ હતો કે તેણે લેશન ન હતું કર્યું.
વધુ વિગતે જાણવા મળ્યું કે, ઉત્તરપ્રદેશ રાજ્ય ની એક સરકારી નિશાળ ની આ ઘટના છે. જેમાં એક શિક્ષકે એક 5-વર્ષ ની બાળકી ને ઘરકામ ન કરવા પર ઢોર માર માર્યો હતો. તે છોકરી જયારે ઘરે પહોંચી ત્યારે તેના મોઢા પર ઇજા ના નિશાનો જોતા જ પરિવાર જનો શાળા માં દોડી આવ્યા અને શિક્ષક વિરુદ્ધ શાળા માં ફરિયાદ કરી હતી. જુઓ વિડીયો.
જયારે પરિવાર ના લોકો શાળા માં આવ્યા તો શાળા ના લોકો એ શિક્ષક વિરુદ્ધ એક્શન લેવા ના બદલે છોકરી ના પરિવાર જનો પાસે સમાધાન પત્ર લખાવી લીધું હતું. પરંતુ જયારે શિક્ષક છોકરી ને માર મારી રહ્યા હતા ત્યારે કોઈ એ છુપી રીતે આ ઘટના નો વિડીયો મોબાઇલ માં કેદ કરી લીધો હતો. વિડ્યો માં જોઈ શકાય છે કે, શિક્ષક બાળક ને ઢોર માર મરી રહી હતી.
વિડીયો માં જોઈ શકાય છે કે, શિક્ષકે માત્ર 30-સેકન્ડ માં છોકરી ને 10-તમાચા ઝીકી દીધા હતા. આ બાબતે વધુ જાણવા મળ્યું કે, શિક્ષિકા નું નામ સુશીલા છે. અને જે બાળકી ને માર મારવામાં આવ્યો તે ઇસ્લામ નગર માં રહેતા રમેશ કુમાર ની પુત્રી છે. જે છોકરી નું નામ તનુ જાણવા મળ્યું હતું. આ આખી ઘટના બાદ બ્લોક એજ્યુકેશન ઓફિસર વિનય કુમારે શિક્ષિકા વિરુદ્ધ અસોહા પોલીસ સ્ટેશન માં ફરિયાદ દાખલ કરી હતી. અને શિક્ષિકા નું માનદ વેતન પણ હાલ બંધ કરવામાં આવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!