Categories
India

ઉત્તરપ્રદેશ- ડીએસપી સાહેબે એવું કામ કર્યું કે સાંભળી ને બધા ની આંખો થઈ ગઈ ભીની. અને બધા બોલી ઉઠ્યા…જુઓ વિડીયો.

Spread the love

હાલમાં ગરમી અને લગ્ન બંને ની સીઝન સાથે ચાલી રહી છે. સૌ કોઈ લગ્ન ની મજા લઇ રહેલા છે. દેશ ના ગરીબ ઘર થી લઈને મોટા સેલિબ્રેટી પણ લગ્ન ના બંધન માં બંધાતા જોવા મળે છે. પણ લગ્ન માં અમુક એવી પરમ્પરા છે જેને સૌ કોઈ નિભાવી શકતું હોતું નથી જેમકે દહેજ ની પ્રથા ભારત માં અમુક વિસ્તારો માં હજુ પણ ખુબ જ દહેજ લેવામાં આવતું હોય છે જેને આપવામાં સૌ કોઈ સદ્ધર હોતું નથી. એવી જ એક લગ્ન ને લગતી સુંદર ઘટના સામે આવી છે.

ઉત્તરપ્રદેશ ના ચંદૌલીમાં માં ફરજ બજાવતા ડીએસપી એ એક માનવતા ભર્યું સુંદર કામ કર્યું છે. જેમાં ડીએસપી એ એક ગરીબ ઘર ની દીકરીને પરણાવીને તેનું કન્યાદાન કર્યું હતું. ડીએસપી અંનિરુદ્ધિહ જેને જાણવા મળ્યું કે આવાજાપુર ગામમાં રહેતી એક ગરીબ ઘર ની દીકરી શિખા યાદવ કે જે ગરીબ હોવાથી પોતાનમાં લગ્ન કરવામાં અને દહેજ દેવા માં સક્ષમ નથી. જેથી ડીએસપીએ તેને પોતાની બહેન માનીને તેના લગ્ન નું સંપૂર્ણ જવાબદારી પોતાના માથે લીધી. ડીએસપી અને તેના તમામ સહકર્મચારી દ્વારા આ એક સુંદર કામ પાર પાડવામાં આવ્યું હતું.

શીખ યાદવ ના લગ્ન ચંદૌલી માં રહેતા એક સૌરભ નામના યુવક સાથે લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. બંને ના લગ્ન 23-એપ્રિલ ના રોજ હતા જેની બધી જ જવાબદારી ડીએસપી સાહેબ ના હાથ માં હતી. લગ્ન દરમિયાન આવનાર મહેમાનો માટે રહેવા જમવા થી માંડી ને બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. અને તેના આ કામ માં તેના સહકર્મચારી સૌ એ ભાગ લીધો હતો. જયારે જાન મંડપ માં આવી તે દરમિયાન સૌ પોલીસ કર્મીઓ જાનૈયાનું સ્વાગત કરવા માટે ઉભા હતા. શિખા યાદવ વરમાલા પહેરાવવા માટે તે લોકો શિખા ના ભાઈ બનીને મંડપ સુધી લય ગયા હતા.

શિખા ના પિતા ગરીબ હોય તે દહેજ ની મોટી રકમ એકત્રીત કરવા અસક્ષમ ન હતા જે બધી જ જવાબદારી ડીએસપી સાહેબ દ્વારા શિખા ના ભાઈ બનીને પુરી કરવામાં આવી હતી. આ ફોટા અને વીડિયો જોઈને સૌ કોઈ ડીએસપી સાહેબ ને તેના કામ માટે બિરદાવતા જોવા મળે છે. ડીએસપી સાહેબ એ એક સમાજ માટે સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે અને સમાજ માં આવા ગરિબ લોકો માટે સૌ કોઈ પોતાનો હાથ લંબાવે તે આ કાર્ય ના સાર માં જણાવેલું છે. જુઓ વિડીયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *