વડોદરા- ઘરે થી કામ માટે જય રહેલ રાકેશભાઈ ને અધવચ્ચે જ કાળ ભરકી ગયો, પત્ની નું દર્દ સાંભળી રડી પડશે.
રોજબરોજ અકસ્માત થવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ક્યારેક ક્યારેક અકસ્માત થવામાં ઘણા લોકોના મોત થતા હોય છે. તો ક્યારેક ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોય છે. ક્યારેક લોકો ઘરેથી નીકળયા હોય પરંતુ સહી સલામત ઘરે પહોંચતા હોતા નથી. એવી જ એક ઘટના વડોદરા શહેરથી સામે આવી છે.
જ્યાં વડોદરા રેલવે સ્ટેશન ખાતે નોકરી એ જઈ રહેલા 50 વર્ષના વ્યક્તિ રાકેશભાઈ મિશ્રા નું અકસ્માતમાં મોત થયું હતું. ઘટના વિગતે જાણીએ તો ગોલ્ડન ચોકડી થી છકડા રિક્ષામાં બેસીને રાકેશભાઈ મિશ્રા અને બીજા ઘણા બધા લોકો છકડામાં બેસ્યા હતા ત્યારે અચાનક રોંગ સાઈડ માંથી એક કન્ટેનર આવ્યું અને છકડા ને અડફેટે લઈ લીધો હતો. જે બાદ 10 લોકો ના દર્દનાક રીતે મોત થયા હતા.
જાણવા મળ્યું કે સુરતથી અમદાવાદ જતું એક કન્ટેનર ચાલક એક કાર ચાલકને બચાવવાના ચક્કરમાં સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી અને ગોલ્ડન ચોકડી પાસે છકડામાં સવાર લોકોને અડફેટે લઈ લીધા હતા. જેમાં 10 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. રાકેશભાઈ મિશ્રા ના ઘર પરિવારના લોકોને આ બાબતે જાણ થતા ઘર પરિવારના લોકો સયાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા.
રાકેશભાઈ ના પત્ની કલ્પનાબહેન નું કરુંણ દર્દ સામે આવ્યું હતું. કલ્પના બહેન કહેતા હતા કે તેને તેના પતિને 10 ફોન કર્યા છતાં પણ તે ફોન ઉઠાવતા ન હતા. તેની સાથે છેલ્લી વાત પણ થઈ શકી ન હતી. સમગ્ર ઘટના સામે આવી છે. રોજબરોજ અકસ્માત ની અનેક આવી ઘટનાઓ સામે આવતી હોય છે. અને આખે આખો પરિવાર તબાહ થઈ જતો હોય છે. લોકો પણ આ દ્રશ્ય જોઈને હચ મચી ગયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!