વડોદરા- ટ્રક નો પીછો કરી રહેલ પોલીસ વાન પર ફિલ્મી સ્ટાઇલ માં ટ્રક વાન પર ચડાવવાનો પ્રયત્ન કરતા…
હાલમાં થોડા સમય પહેલા જ આણંદ જિલ્લા ના બોરસદ માંથી એક પોલીસ અધિકારી પર એક ટ્રક ચાલકે ટ્રક ચડાવી દેતા પોલીસ અધિકારી નું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસ પર હુમલા ની આવી ઘટના ગુજરાત માંથી અવારનવાર સામે આવતી રહે છે. એવામાં ફરી વડોદરા જિલ્લા માંથી ફરી આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક પોલીસ વેન પર એક ટ્રક ચાલકે ટ્રક ચડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પોલીસ વાન માં સવાર તમામ પોલીસ અધિકારી બચી ગયા હતા.
વધુ વિગતે જાણવા મળ્યું કે, વડોદરા માં નંદેસરી પોલીસ મથક ની પોલીસ વેન રાત્રે પેટ્રોલિંગ માં હતી આ સમયે તેમને કંટ્રોલ રૂમ તરફ થી જાણકારી મળી કે, દશરથ રોડ ક્રોસ કરીને એક શંકાસ્પદ ટ્રક ફાજલપુર બ્રિજ તરફ જય રહ્યો છે. આ માહિતી મળતા પીસીઆર વાન ઇન્ચાર્જ એ.એસ.આઈ ભીમસિંહ મનુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઇ ફતાભાઈ અને કોન્ટ્રેક્ટ ના ડ્રાયવર રામદાસ મેડા એ ટ્રક નો પીછો કરવાનું શરુ કર્યું.
ટ્રક નો પીછો કરતા સમયે ફાજલપુર પાસે પોલીસ વાને ટ્રક ને ઓવરટેક કરી વારંવાર ટ્રક ને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. તેમ છતાં ટ્રક ચાલક ટ્રક રોકતા ન હતા. આ સમયે ટ્રક માં સવાર એક વ્યક્તિ એ ટ્રક ડ્રાયવર ને ટ્રક પોલીસ વાન પર ચડાવવાનો ઈશારો કર્યો હતો. આ બાદ ટ્રક ને ફૂલ સ્પીડ માં કરવામાં આવ્યો જેથી પોલીસ વાન ના ડ્રાયવરે વાન ને અંદર દબાવવાનો પ્રયત્ન કર્યો. આ ઘટના માં ટ્રકચાલક અને ક્લીનરની ધરપકડ કરવામાં આવી છે. જયારે ત્રણ લોકો ફરાર થઇ ગયા હતા.
અંતે પોલીસ વાન ના ડ્રાયવર ની સુઝબુઝ થી વાન ને એક ડિવાઈડર પર ચડાવી દેવામાં આવી જેથી ટ્રક ફૂલ સ્પીડ માં ચાલી ગઈ હતી. વાન ડિવાઈડર પર ચડતા ડ્રાયવર રામદાસ મેડા ને ગંભીર ઇજા પહોંચી હતી. આથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પોલીસ ની પ્રાથમિક તપાસ માં જાણવા મળ્યું કે,
આરોપી ટ્રક-ચાલક યુનુસ રમજાની અને મોસીન હસનભાઈ મીઠા બંને ગોધરાના રહેવાસી નું હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે ટ્રકમાં સવાર અન્ય સૂફિયાન મોડાસાવાલા, સોયેબ શેખ તેમજ એક અજાણ્યો શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. જ્યારે ટ્રકમાં ભરેલો સામાન ચોરીના ટાયરો હોવાની વિગતો સપાટી પર આવી છે. પીસીઆર વાન ડ્રાઇવરની ફરિયાદના આધારે નંદેસરી પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, સરકારી કર્મચારી ઉપર હુમલો, સરકારી મિલકતને નુકસાન સહિતની કલમો હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બાદ પોલીસ વડા એ આ લોકો સામે કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!