બાળકી માટે આ માણસ દેવદૂત બનીને આવ્યો! છઠ્ઠા માળે ફસાયેલ બાળકી નો જીવ એવી રીતે બચાવ્યો કે..જુઓ વિડિયો.
સોશિયલ મીડિયા માં અવનવા વિડિયો રોજે રોજ વાયરલ થતાં હોય છે કયારેક એવી ઘટના બનતી હોય છે કે આપડે અચંબિત થઈ જઇ એ આપડે સોશીયલ મીડિયા પર કેટલાય વિડિયો જોયા હસે પણ હાલમાં જે વિડિયો વાયરલ થઈ રહ્યો છે તે વિડિયો જોઈ ને આપડા રૂંવાટા બેઠા થય જાય છે.
આ વિડિયો ચીન માં આવેલા એક પ્રાંત નો છે. વિડિયો માં જોવા મળે છે કે એક નાની બાળકી છઠ્ઠા માળે એક બાલકની માં લટકાય રહી છે. બાળકી છઠ્ઠા માળ ની બાલ્કની માં ફસાઈ ને જોઈ ને નીચે ઉભેલા એક સિક્યુરિટી વાળા જોર જોર થી રાડો પાડવા લાગે છે. જેથી કોઈ બચાવવા આવી શકે. આ માટે અચાનક જ એક માણસ બાળકી નો જીવ બચાવવા માટે દેવદૂત ની જેમ આવે છે.
આ માણસ અચાનક જ બાલ્કની ની બહાર જે ગ્રિલ લગાવી હોય છે તેના સહારે ફટાફટ ઉપર છઠ્ઠા માળ સુધી પહોંચી જાય છે અને બાળકી ને બચાવી લે છે બાદ માં બાળકી ની માતા આવે છે અને તેને લઈ લે છે આખી ઘટના વિશે તે બચાવનાર માણસે કહ્યું કે તે જ્યારે બાળકી પાસે ગયો હતો ત્યારે તે ખૂબ જ ડરેલી હતી. તેણે તેને કહ્યું એ તેને બચાવવા માટે આવ્યો છે અને તેણે હેમખેમ બાળકી ને બચાવી લીધી હતી.
આ વિડિયો જોઈ ને સોશિયલ મીડિયા પર લોકો માણસ નાં ખૂબ જ વખાણ કરી રહ્યા છે. અને વિડિયો જોઈ પોતાની સારી સારી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે વિડિયો સોશિયલ મીડિયા પર હજારો લોકો એ જોઈ લીધો છે લોકો કહે છે કે બાળકી ને બચાવવા ભગવાને જ આ માણસ ને મોકલ્યો હશે. આ માણસે ખરેખર સારી રીતે પ્રયાસ કરીને બાળકી ને બચાવી લીધી છે. જુઓ વિડિયો.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.