માતાની મમતા મરી પડી! નવ મહિનાના બાળક સાથે માએ કરી માણસાઈની હદ પાર વિડીયો જોઈને તમે પણ…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિના જીવનમાં પોતાની માતાનું સ્થાન ઘણું જ મહત્વ માનવામાં આવે છે કહેવાય છે કે ભગવાને દરેક સ્થળે નથી પહોંચી શકતા માટે તેમણે માતાને બનાવ્યા છે માતા બાળકને લઈને ઘણી જ ચિંતિત રહે છે અને પોતાના બાળકને સુરક્ષિત રાખવા માટે અનેક પગલા પણ કરે છે દુનિયામાં એકમાત્ર વ્યક્તિ માં જ છે કે જે પોતાના સંતાનને નિસ્વાર્થ પ્રેમ કરે છે અને તે આગળ વધે તેવી કામના રાખે છે
પરંતુ ઘણીવાર સમાજમાં માને લઈ ને એવા એવા બનાવો બની જતા હોય છે જેના કારણે માનવતા શરમાઈ જાય છે હાલમાં આવો જ એક બનાવ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ છે કે જા એક મા એ માણસની તમામ હદો પાર કરીને પોતાના માત્ર નવ મહિના ના બાળક સાથે એવો અભદ્ર વ્યવહાર કર્યો છે જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઇ રહ્યો છે વિડીયો જોઈને તમે પણ આવી માતા ઉપર ગુસ્સે થશે.
મળતી માહિતી અનુસાર આ વિડીયો જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લા નો છે કે જ્યાં એક મહિલા દ્વારા તેના નવ મહિનાના બાળકને નિર્દયતાથી માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો આ વિડીયો જેવો સોશિયલ મીડિયા પર આવ્યો કે તરત જ લોકો રોશે ભરણા અને મહિલા વિરુધ્ધ પોલીસ કાર્યવાહી ની માંગ કરી જે બાદ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે. વિડિયોમાં જોઈ શકાય છે કે મહિલા કથિત રીતે તેના નવ મહિનાના બાળકને મારતી, તેને થપ્પડ મારીને અને પલંગ પર ફેંકતી જોવા મળે છે.
જણાવી દઈએ કે આ વીડિયો કદાચ મહિલાના કોઈ સંબંધીએ બનાવ્યો હશે મહિલાના પતિએ સાંબા જિલ્લાના બ્રી કામિલા વિસ્તારના સરપંચ મુખ્તિયાર સિંહ સાથે વીડિયો જોયા બાદ તરત જ પોલીસનો સંપર્ક કર્યો અને મહિલા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો. સાંબાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક અભિષેક મહાજનના જણાવ્યા અનુસાર, મહિલાની ધરપકડ કરવામાં આવી છે. પીડિત બાળકને તેના પિતાને સોંપવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના એક મહિના જૂની છે.
This woman has been arrested by the #Samba district police in #Jammu region of #JammuAndKashmir after video emerged of her brutally thrashing and torturing a child. pic.twitter.com/CrzjvTNp6n
— Dr.Satwant Singh Rissam, Ph.D (@satwantrissam) April 11, 2022