લોકલ ટ્રેન માં સીટ માં બેસવા બાબતે બે મહિલાઓ વચ્ચે થઇ છુટ્ટા હાથ ની મારામારી વાળ પકડી પકડી ને, જુઓ વિડીયો.
આપણા ભારતમાં ખાસ કરીને લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાનું લોકો પસંદ કરતા હોય છે અને એમાં પણ મુંબઈ જેવા મોટા શહેરોમાં આખો દિવસ લોકલ ટ્રેનમાં લોકો મુસાફરી કરવાનું પસંદ કરે છે. લોકલ ટ્રેનના અનેક વિડીયો સામે આવતા હોય છે.
જેમાં ક્યારેક લોકો સીટ મેળવવાની બાબતે એકબીજા સાથે ટ્રેનની અંદર જ ઝઘડો કરી બેસતા હોય છે. એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. જાણવા મળ્યું કે આ વિડીયો થોડા સમય પહેલા બુધવારના રોજનો છે કે જેમાં આઠ વાગ્યાની આજુબાજુ એક લોકલ ટ્રેન ની અંદર બે મહિલાઓ સીટ માં બેસવાની બાબતે ઝઘડી પડી હતી.
વધુ વિગતે વાત કરવામાં આવે તો લોકલ ટ્રેન પનવેલ તરફ જઈ રહી હતી. જેમાં બે મહિલાઓ તેની દીકરીઓ સાથે ટ્રેનમાં ચડે છે. ત્યારબાદ આગળના સ્ટેશન ઉપર ટ્રેન ઉભી રહી ત્યારે ટ્રેનમાંથી થોડા મુસાફરો નીચે ઉતર્યા ત્યાર બાદ સીટ ખાલી થઈ હોવાને કારણે બંને મહિલાઓએ તેની દીકરીઓને સીટમાં બેસાડવાની કોશિશ કરી બંને મહિલાઓ વચ્ચે થોડી બોલાચાલિ થઈ હતી થોડી બોલાચાલી થઈ ત્યારબાદ બંને મહિલાઓ એકબીજાના વાળ ખેંચે ખેંચીને છૂટા હાથે મારામારી કરી રહી હતી.
Fight between two female passengers over a seat in #Local #TRAIN .
The woman police constable who went to the rescue got hurt.
Both women filed a case against each other at Vashi Railway Police Station.@Central_Railway #Mumbai pic.twitter.com/nFOKv7bOWv
— Siraj Noorani (@sirajnoorani) October 6, 2022
જેમાં મહિલાઓ સહિત મહિલા પોલીસ કર્મી અને અન્ય લોકો પણ ઘાયલ થયા હતા. આમ ટ્રેનની અંદર જ છુટા હાથ ની મારામારી થઈ જતા લોકો અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજારો લોકોએ જોઈ લીધો છે. આમ આવા ઝઘડાઓ લોકલ ટ્રેનમાં બનવાથ સ્વાભાવિક વાત છે. લોકલ ટ્રેનમાં પગ મુકવાની પણ જગ્યા હોતી નથી એમાં સીટ મળવી તો ખૂબ મુશ્કેલ થઈ પડે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!