India

સ્માર્ટ વોચ પહેરી FASTag માંથી પૈસા ની ઉઠાંતરી ની તરકીબ જોઈ ને થઇ જશે હેરાન. શું સાચે જ ???

Spread the love

સોશિયલ મીડિયા માં રોજેરોજ આપણને ઘણું બધું જાણવા મળતું હોય છે. અને ક્યારેક અપણે નો જાણતા હોઈ એ તેવી હકિકતું જાણવા મળે છે. સોશિયલ મીડિયા પર અવનવા વીડિયો વાયરલ થતા હોય છે. એ વિડીયો થકી આપણને ક્યારેક કામ ની વસ્તુ મળી જતી હોય છે. ભારત ના લોકો પોતાના મગજ ને એવા એવા કામો માં કામે લગાડતા હોય છે કે કોઈ ને ખ્યાલ પણ ના આવે તેની સાથે મોટી ઘટના બની ગઈ.

એટલે કે ફ્રોડ કરવામાં પોતાનો મગજ નો ઉપયોગ એવા એવા કરે કે લોકો ને મોટું નુકશાન થઇ જતું હોય છે. એવો જ એક ફ્રોડ નો વીડિયોપ સામે આવ્યો છે. જેમાં એક નાની ઉમર નો છોકરો પોતાની સ્માર્ટ ઘડિયાળ વડે કેવી રીતે ફ્રોડ કરે છે તે તમે વિડીયો માં જોશે. આપણે જાણી એ છીએ તેમ આપડી કાર જયારે સિગ્નલ ઉપર ઉભી રહે ત્યારે ગરીબ બાળકો કાર ને કપડું મારવા આવી જાય છે. અને બે-પાંચ રૂપિયા કમાય છે.

વિડીયો માં જોઈ શકાય છે કે, એક કાર એક જગ્યા એ ઉભી હોય છે. ત્યારે એક નાની ઉમર નો છોકરો અચાનક કાર ના કાંચ ઉપર કપડું મારી ને સાફ કરવા લાગે છે. આ છોકરા એ તેના હાથ માં એક સ્માર્ટ ઘડિયાળ પહેરેલી હોય છે. તે કાર ના બોનેટ પર ચડી ને કાંચ સાફ કરે છે. તે સમયે પોતાની સ્માર્ટ ઘડિયાળ વડે કાર માં લાગેલા ફાસ્ટ ટેગ પર સ્કેન કરવાની કોશિશ કરે છે. જેથી સ્માર્ટ વોચ વડે જો ફાસ્ટ ટેગ સ્કેન થઇ જાય તો તે કાર ના મલિક સાથે ફ્રોડ કરી ને પૈસા ઉઠાવી શકે. જુઓ વિડીયો.

આ સમયે કાર માં બેઠેલ એક વ્યક્તિ વિડીયો ઉતારી રહ્યો હોય છે. જેવો તે પેલા છોકરા ને બોલાવે છે કે તે તરત જ ભાગી જાય છે. આ બાબતે HI, NETC FASTag ના ઓફિશિયલ ટ્વીટર એકાઉંટ પર થી જાણવા મળ્યું કે, NETC FASTag ટ્રાન્ઝેક્શન ફક્ત નોંધાયેલા વેપારીઓ (ટોલ અને પાર્કિંગ પ્લાઝા ઓપરેટર્સ) દ્વારા જ શરૂ કરી શકાય છે જે NPCI દ્વારા સંબંધિત ભૌગોલિક સ્થાનો પરથી જ ઓનબોર્ડ છે. કોઈપણ અનધિકૃત ઉપકરણ NETC FASTag પર કોઈપણ નાણાકીય વ્યવહારો શરૂ કરી શકશે નહીં. તે એકદમ સલામત છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *