કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની નો NRI જમાઈ અર્જુન ભલ્લા શું કરે છે? ક્યાં રહે છે? તેનો પરિવાર કોણ છે જાણી ને તમે કહેશે કે આ,
સ્મૃતિ ઈરાની ની પુત્રી શાનેલ ઈરાની 9 ફેબ્રુઆરીના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ. શાનેલ ઈરાની અને અર્જુન ભલ્લા ના લગ્ન રાજસ્થાન રાજ્યના નાગોર વિસ્તારમાં આવેલા ખીમસર કિલ્લામાં થયા હતા. ડિસેમ્બર 2021 માં સ્મૃતિ ઈરાનીની પુત્રી શાનેલ ઈરાનીએ એનઆરઆઈ અર્જુન ભલ્લા સાથે સગાઈ કરી હતી.
અર્જુન ભલ્લાની વાત કરવામાં આવે તો અર્જુન કેનેડિયન વકીલ છે. તેમના માતા પિતા અને દાદા દાદી ભારતના છે. તેમનો જન્મ ત્યાં જ થયો અને ત્યાં જ પોતાનું ઘર બનાવ્યું છે. તે તેના પરિવાર સાથે ટોરોન્ટો કેનેડામાં રહે છે. અર્જુન ભલ્લા ને એક નાનો ભાઈ પણ છે. તેમજ માતા પિતાના નામ સુનિલ અને સબીન ભલા છે. આખો પરિવાર પ્રાણી પ્રેમી છે.
અર્જુન ભલ્લાના અભ્યાસ વિશે વાત કરવામાં આવે તો તેણે શાળાનું શિક્ષણ કેનેડાના વોન્ટેરીઓમાં સેન્ટ રોબર્ટ કેથોડિક હાઈસ્કૂલમાં લીધું હતું અને આગળ બીએસસી નો અભ્યાસ કર્યો. ટોરેન્ટો કેનેડામાં સેન્ટ માઈકલ કોલેજ ખાતે મનોવિજ્ઞાન અધ્યક્ષ અને લો સોસાયટીમાં અને વર્ષ 2013 થી 2015 દરમિયાન તેને યુનાઇટેડ કિંગડમ યુનિવર્સિટી ઓફ લેસ્ટરમાં ડિગ્રી મેળવી હતી. તેઓ વર્ષ 2014માં એકાઉન્ટન્ટ મેનેજર તરીકે જોડાયા.
અને તે જ વર્ષે ઓક્ટોબરમાં ટેકનીકલ નિષ્ણાંત તરીકે એપલ ઇન્કમાં જોડાયા અને કામ કરવાનું શરૂ કર્યું હતું. અર્જુન ભલ્લા હાલમાં યુએઇના દુબઈમાં એક ફર્મમાં કામ કરે છે. આમ સ્મૃતિ ઈરાનીની પુત્રીએ 9 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનમાં એક કિલ્લામાં લગ્ન કર્યા હતા. જેમાં લિમિટેડ મહેમાનો હાજર રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પતિ સાથે પરિવાર ના સભ્યો સાથે હાજર રહી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!