તેજ રફ્તાર થી આવી રહેલ બાઈક સાથે યુવતી અથડાતા તે પાંચ ફૂટ હવામાં ઉલળી ત્યારબાદ જે થયું તે જોઈ ધ્રુજી જશે, જુઓ વિડીયો.
રોજબરોજ અકસ્માત થવાના અનેક કેસો સામે આવતા હોય છે. ક્યારેક ક્યારેક એવા ભયંકર અકસ્માતો થતા હોય છે કે જેમાં કેટલાક લોકોના જીવ પણ ચાલ્યા જતા હોય છે. તો ક્યારેક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થતા હોય છે. ક્યારેક હિટ એન્ડ ની ઘટના સામે આવતી હોય છે તો ક્યારેક રસ્તાઓ ઉબડખાબડ હોય તેના લીધે અકસ્માત થતા હોય છે તો ક્યારેક સ્ટેયરીંગ પર કાબુ ગુમાવવાના કારણે અકસ્માત થતા હોય છે.
એક ઘટના હાલ દહેરાદુન થી સામે આવે છે. જેમાં એક ગાડી ચાલકે એક યુવતીને ભયંકર ટક્કર મારી હતી. જેમાં યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ ઘટના દહેરાદુન ના ગુરુટેગ બહાદુર રોડની મોડલ કોલોની લેન નંબર-3માં બની હતી. એક યુવતી એક દુકાનેથી દૂધ લઈને પોતાના ઘરે જતી હતી ત્યારે અચાનક રસ્તા ઉપર થી એક બાઈક ચાલક તેજ રફતારથી આવ્યો હતો અને યુવતી જેવી નજીક આવે કે તેને પાંચ ફૂટ જેટલી ઉલાળી હતી અને યુવતી ઘાયલ થઈ હતી.
देहरादून में आराघर के निकट माडल कालोनी में तेज रफ्तार बाइक चालक ने महिला को मारी टक्कर, देखें वीडियो… #UttarakhandNews, #DehradunNews, #RoadAccident pic.twitter.com/0f7GdaF35n
— Sunil Negi (@negi0010) September 29, 2022
ત્યારબાદ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને આ બાબતે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બાઈક ચાલકે ટક્કર માર્યા બાદ ત્યાંથી નાસી છૂટ્યો હતો. પરંતુ પોલીસે આ બાઈક ચાલકને પકડવા ચક્ર ગતિમાન કર્યા હતા. આ વીડિયોને ટ્વીટર હેન્ડલ એકાઉન્ટ પર શેર કરવામાં આવેલો છે.
વીડિયોમાં જોઈ શકાય છે તેમ યુવતી દુકાનેથી દૂધ લઈને જતી હતી ત્યારે અચાનક એક બાઇક ચાલક આવીને ટક્કર મારતા યુવતી હવામાં ઉલળી હતી. ત્યારબાદ બાઈક ચાલક ચાલી ગયો હતો. વીડિયો જોઈને જ ખ્યાલ આવી જશે કે આ અકસ્માત કેટલો ગંભીર હોઈ શકે છે. જોવા વાળા પણ ચોકી ઉઠ્યા હતા અને આ બાઈક ચાલક વિરુદ્ધ ગુસ્સો દર્શાવી રહ્યા છે. કારણ કે બાઈક ચાલક ખૂબ જ સ્પીડમાં આવી રહ્યો હતો. આવી અનેક ઘટનાઓ રોજબરોજ જાણવા મળતી હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!