ગેંગસ્ટર વોર મા પોલીસ જવાન નું મૃત્યુ થયું તો એસ.પી સાહેબે એવું કર્યું કે ચારે તરફ થવા લાગી વાહ વાહ,,જાણો.
આપણા ભારતમાં કેટલાક યુવાનો નું સપનું હોય છે કે તે ભારતીય સેનામાં જોડાઈને ભારત દેશની રક્ષા કરે અને ભારત દેશની અંદર રહીને પોલીસની વર્દી પહેરીને દેશના લોકોની સેવા કરે. પરંતુ આ બે નોકરી એવી છે કે જેમાં જવાનોને ક્યારેક શહીદી પણ મળતી હોય છે અને ત્યારબાદ તેના પરિવારજનોને ઘેરો આઘાત પણ લાગતો હોય છે. એવી જ એક ઘટના હાલ સામે આવી છે.
જેમાં નાગોર જિલ્લામાં એક પોલીસ કર્મી ને ગેંગસ્ટરો દ્વારા ગોળી મારી દેવા માં આવી હતી. જેના બાદ તે પોલીસ કરમી નું મૃત્યુ થઈ ચૂક્યું હતું. પોલીસ કર્મીના મૃત્યુ બાદ તેના પરિવારજનોને અને ખાસ કરીને મૃતક પોલીસ કર્મીના બહેનને ઘેરો આઘાત લાગ્યો હતો. બહેનને ઘેરો આઘાત લાગતા પોલીસ કર્મીના સહકર્મચારી એવા એસપી એ મૃતક પોલીસ કર્મી ની બહેન ને પોતાની બહેન માની અને મૃતક પોલીસકર્મીની બહેનને ખાતરી આપી.
કે તે તેના ભાઈની તમામ ફરજો અદા કરશે. એસપી પરિસ દેશમુખ શહીદ જવાનની બહેન સંગીતાને પોતાની બહેન માની અને તમામ ભાઈની ફરજો અદા કરી. જાણવા મળ્યું કે રવિવારના રોજ શહીદ પોલીસ કરમી ખુમારામની બહેન સંગીતાનો લગ્ન સમારોહ હતો. જેમાં એસ.પી પેરિસ દેશમુખ પોતાની ટીમ સાથે બહેનના લગ્નમાં પહોંચ્યા. તે લોકોએ બે લાખ રૂપિયા રોકડા 35 તોલા સોના અને ચાંદીના ઘરેણા મૃતક પોલીસ કરમીની બહેનને ભેટમાં આપ્યા હતા.
અને ભાઈ તરીકેની તમામ ફરજો તેને અદા કરી હતી. એસપી સાહેબે બહેનના લગ્નમાં કોઈ કસર બાકી રહેવા દીધી ન હતી અને તમામ તૈયારીઓ જોરશોર થી કરી હતી અને બહેનની વિદાય વખતે તમામ પોલીસ કર્મીઓએ ભીની આંખે બહેનને વિદાય આપી હતી. આ દ્રશ્ય જોતા પરિવારના સભ્યો ની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. આમ પોલીસ અધિકારીઓએ એક શહીદ પોલીસ અધિકારીની બહેનની તમામ ફરજો અદા કરીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!