Gujarat

ફૂલ છે કે સોનુ? ફુલબજાર માં જોવા મળ્યો ભડાકો 200-500 ના કિલો ના ભાવે વહેંચતા ફૂલો અત્યારે,,જાણી ને થઇ જશે બેભાન.

Spread the love

હાલમાં આપણા ગુજરાતમાં ચૂંટણીનો માહોલ અને લગ્નનો માહોલ ખૂબ જામી ચૂકેલો છે. એક બાજુ ચૂંટણી ચાલી રહી છે તો બીજી તરફ લગ્નની તૈયારીમાં લોકો વ્યસ્ત થયેલા જોવા મળે છે. લગ્નમાં લગ્ન વાળા સ્ટેજને ખૂબ જ અત્યંત મનમોહક રીતે શણગારવામાં આવતું હોય છે. જેમાં અનેક લોકોને રોજગારી પણ મળી રહેતી હોય છે. લગ્ન પ્રસંગ દરમિયાન લગભગ રોજગાર ધંધો આસમાને પહોંચતા હોય છે અને એવા તમામ લોકો ને રોજગારી મળે છે.

લગ્નમાં ખાસ કરીને વિદેશી ફૂલોની ખૂબ જ ડિમાન્ડ રહેતી હોય છે અને લગ્ન પ્રસંગ નજીક આવતાની સાથે જ વિદેશી ફૂલોની માંગ પણ વધી જતી હોય છે. ખાસ કરીને લગ્ન પ્રસંગમાં સ્ટેજને શણગારવામાં વિદેશી ફૂલોનો વધુ પડતો ઉપયોગ જોવા મળે છે. ફૂલનો વેપાર કરતા પ્રજ્ઞેશભાઈ નામના વ્યક્તિએ જણાવ્યું કે છેલ્લા બે વર્ષથી કોરોના ચાલી રહ્યો હોવાને લીધે લોકો લગ્ન યોગ્ય રીતે કરી શકતા ન હતા. પરંતુ હાલ એવા કોઈ પ્રતિબંધ ન હોવાને કારણે ફૂલ બજારમાં ભારે તેજીનો માહોલ જોવા મળે છે.

અને ફૂલની ડિમાન્ડ પણ વધુ થઈ ચૂકી છે. જેમાં તેને જણાવ્યું કે પીચ વાઈટ અને પિંક કલર થી ખૂબ જ અનોખી રીતે ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે. તેને કહ્યું કે શિયાળાની ઋતુમાં ફ્રેશ ફ્લાવરની ડિમાન્ડ ખૂબ જ વધારે હોય છે. તેમને જણાવ્યું કે આ બધા વિદેશી ફૂલો બેંગ્લોર, કલકત્તા અને મુંબઈથી મંગાવવામાં આવતા હોય છે. તેમણે જણાવ્યું કે લગ્નના સ્ટેજને ડેકોરેશન કરવામાં લગભગ પાંચથી છ કલાકનો સમય લાગી જતો હોય છે.

વધુમાં જણાવ્યું કે હાલમાં રાજકોટમાં ફુલ બજારમાં ₹40 થી લઈને ₹2,000 સુધીના કિલોના ભાવ ફૂલો વહેંચાઈ રહ્યા છે. જોકે સામાન્ય દિવસોમાં 200 થી ₹500 ના કિલો ફૂલો વહેચાતા હોય છે અને હાલમાં લગ્નની સિઝન દરમિયાન 1500 થી 2000 ના ભાવ 1 કિલો ફુલ વેચાઈ રહ્યા છે. અત્યારે ભાવમાં પણ બે થી ત્રણ ગણો વધારો થઈ ચૂક્યો છે. આમ ફૂલોથી માંડીને બેન્ડવાજા વાળાને પણ હાલમાં ખૂબ જ રોજગારીની તકો ઊભી થતી હોય છે અને લગ્ન પ્રસંગને ખાસ બનાવવામાં આવતો હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *