India

દર્દનાક વિડીયો ! 30-મિનિટ સુધી લિફ્ટ માં ફસાઈ ત્રણ માસુમ દીકરીઓ જોવાવાળા ના તો રુંવાટા જ બેઠા થઇ જાય,,જુઓ વિડીયો.

Spread the love

રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે. ક્યારેક ક્યારેક એવા ભયાનક વિડીયો વાયરલ થતા હોય છે કે જેને જોઈને લોકોના રુવાટા બેઠા થઈ જતા હોય છે. ગાઝીયાબાદ ની એક હાઉસિંગ સોસાયટીમાંથી એવો જ એક વિડીયો હાલ સામે આવ્યો છે. જેમાં ત્રણ નાની છોકરીઓ કે જેની ઉંમર માત્ર 8 થી 10 વર્ષની હતી. તેઓ લગભગ અડધા કલાક સુધી લિફ્ટમાં અધવચ્ચે ફસાઈ ગઈ હતી અને લિફ્ટને ખોલવા માટે ખૂબ જ જોર લગાવી રહી હતી.

જેનો વિડીયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વધુ વિગતે વાત કરીએ તો ગાઝિયાબાદ શહેરના ક્રોસિંગ રિપબ્લિક ટાઉનશીપ માં ધ નેસ્ટ ની લિફ્ટ માં ત્રણ છોકરીઓ અડધા કલાક સુધી લિફ્ટમાં ફસાઈ રહી હતી અને બહાર નીકળવા માટે ખૂબ જ પ્રયાસ કરી રહી હતી. છોકરીઓ કેટલી બધી પરેશાન થઈ રહી હતી. તે આપણે વીડિયોમાં જોઈ શકીએ છીએ. વીડિયોમાં જોવા મળે છે તેમ ત્રણેય છોકરીઓ લિફ્ટનો દરવાજો ખોલવા ખૂબ જ મહામહેનત કરી રહી હતી.

તો લિફ્ટની અંદર આવેલ સ્વીચો ને વારેવારે દબાવી રહી હતી અને તે લિફ્ટ માં ખૂબ રડી રહી હતી અને ગભરાહટ અનુભવતી હતી. લોકો આ વિડીયો જોઈને ખૂબ જ ડરી ગયા છે. કારણ કે તે છોકરીઓની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે લોકો આ વિડીયો જોઈને અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. જાણવા મળ્યું કે તે સોસાયટીમાં રહેતા લોકોએ આરોપ લગાવ્યો હતો કે લિફ્ટની ખરાબ જાળવણીના કારણે લિફ્ટ માં આ ખામી સર્જાઈ હતી.

જે બાદ સોસાયટીના એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસિએશનના હોદ્દેદારો અને મેન્ટેનન્સ કંપની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. લિફ્ટ માં ફસાઈ ગયેલી બાળકીઓના માતા પિતા એ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. બાળકના માતા પિતાએ જણાવ્યું કે લિફ્ટની જાળવણી માટે વાર્ષિક 25 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે છતાં પણ લિફ્ટની યોગ્ય જાળવણી ની દેખરેખ રાખવામાં આવતી નથી. પોલીસે આ બાબત ને સંબંધીને તમામ લાગતાવળગતા લોકો સામે તપાસની કાર્યવાહી શરૂ કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *