જાન માંડવે સમયસર ના પહોંચતા કન્યા થઇ ગુસ્સે થી લાલચોળ કન્યા એ વરરાજા ને ફોન કરીને કહ્યું હવે આવવાની જરૂર નથી, જુઓ વિડીયો.
રોજબરોજ સોશિયલ મીડિયા પર મનોરંજન થી ભરપૂર અનેક વિડીયો વાયરલ થતા હોય છે. અને ખાસ કરીને લોકો ને લગ્ન ના અનેક વિડીયો ખુબ જ પસંદ આવતા હોય છે. લગ્ન હોય એટલે વરરાજા ની જાન ને સમયસર કન્યા ના ઘરે પહોંચાડવાની હોય છે. અને લગ્ન ના મહુર્ત માં લગ્ન કરવાના હોય છે. પરંતુ આજના જમાના માં લોકો મહુર્ત માં લગ્ન કરવામાં માનતા નથી અને કોઈ ને કોઈ કારણોસર જાણ સમયસર પહોંચતી હોતી નથી.
આ વિડીયો પણ કંઈક એવો જ છે. વિડીયો માં જોઈ શકાય છે તેમ એક કન્યા લગ્ન ના કપડાં પહેરી ને સજીધજી ને પોતાના વરરાજા ની રાહ જોતી હોય છે. પરંતુ જે સમયે જાન માંડવે પહોંચવી જોઈએ તે સમયે જાન પહોંચતી નથી. આથી કન્યા ખુબ જ ગુસ્સે થયેલી જોવા મળે છે. અને તે વરરાજા ને ફોન કરે છે ત્યારબાદ તે ગુસ્સા માં ને ગુસ્સા માં એવું બોલે છે કે,
પહેલા તો વરરાજા ને ફોન કરી ને કહે છે કે આવવાની કોઈ જરૂર નથી, મહેરબાની કરીને હવે ન આવો.’ જો કે, થોડીવાર રાહ જુઓ, કન્યા ફરીથી કહે છે કે જાન સાથે વહેલા ઘરેથી નીકળો. આથી જાન સમયસર ના પહોંચવાના કારણે કન્યા ગુસ્સે થી લાલચોળ થયેલી જોવા મળતી હતી. આ વિડીયો ને bridal_lehenga_designn નામના ઈન્સ્ટાગ્રામ પેજ પર પણ અપલોડ કર્યો છે. આ વીડિયો ચાહકો ને પણ ઘણો પસંદ આવ્યો છે.
View this post on Instagram
આમ કન્યા ના ગુસ્સા ઓ પાર રહેતો હોતો નથી. અને થોડા સમય માટે તો કન્યા એ વરરાજા ને ના પાડી દીધી હતી. આવા અનેક વિડીયો રોજબરોજ વાયરલ થતા હોય છે. લોકો આ વિડીયો જોઈ ને ખુબ જ ફની કોમેડી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અને વિડીયો ને ખુબ જ પસંદ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!