અમિતાબ બચ્ચન ને રાખડી બાંધવા મમતા બેનર્જી આવ્યા તો પોત્રી આરાધ્યા એ એવું શાનદાર રીતથી સ્વાગત કર્યું કે તેની મસુમિયત જોઈને દિવાના થઈ જશો… જુવો તસ્વીરો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન સાથે મુંબઈમાં તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ યોજાનારી વિરોધ પક્ષો ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ’ (ભારત) ની બે દિવસીય બેઠકમાં હાજરી આપવા માટે મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા બાદ બેનર્જી અમિતાભ બચ્ચનના જુહુના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
રક્ષાબંધન ના અવસર પર મમતા બેનર્જી એ અમિતાબ બચ્ચન ના હાથ પર રાખડી બાંધીને આ તહેવાર ની ઉજવણી કરી હતી. જ્યાં પોત્રી આરાધ્યા ટ્રેડિશનલ લૂકમાં જોવા મલી આવી હતી.માહિતીમાં જાણવામાં આવ્યા અનુસાર પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ આજે વહેલી સવારે મુંબઈમાં બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી.બચ્ચન પરિવારની લાડલી આરાધ્યા એ મમતા બેનર્જી સાથેની મુલાકાતની થોડી તસ્વીરો ઇન્સત્રાગરામ હેન્ડલ પર શેર કરી છે.
આ તસવીરોમાં આરાધ્યા બચ્ચન ને ઐશ્વર્યા બચ્ચન , જયા બચ્ચન , મમતા બેનર્જી, અભિષેક બચ્ચન અને અમિતાબ બચ્ચન સાથે પોઝ આપતા જોઈ શકાય છે. આ ખાસ અવસર પર આરાધ્યા બચ્ચન નિયૉન ગ્રીન કલર ના કફતાન કુર્તા અને લેગિંગ માં નજર આવી હતી. દેશી આઉટફિટ સાથે ડિઝાઇનર જુત્તિ અને ઓપન હેર માં ઐશ્વર્યા – અભિષેક ની લાડલી બહુ જ સુંદર લાગી રહી હતી. આ સાથે જ પોતાની પ્યારી સ્માઇલ થી આરાધ્યા લોકોના દીલને જીતી રહી હતી. ત્યાં જ સમગ્ર બચ્ચન પરિવાર ટ્રેડિશનલ આઉટફિટમાં નજર આવ્યા હતા.
મમતા બેનરજી ને જોતાં જ ઐશ્વર્યા રાય ના ચહેરા પરની ખુશી કહી રહી હતી કે તે તેમના આવવાથી કેટલી ખુશ છે. ત્યાં જ જયા બચ્ચન પણ પરિવાર ની સાથે જોવા મલી હતી તેમની પોત્રી આરાધ્ય એ હાથ જોડીને મમતા બેનર્જી નું સ્વાગત કર્યું હતું. હાલમાં સોશિયલ મીડિયા પર મમતા બેનર્જી અને બચ્ચન પરિવાર ની ઘણી તસ્વીરો વાઇરલ થઈ રહી છે. બંગાળ ની સીએમ બે દિવસ માટે મુંબઈ ખાસ કારણ થી આવી હતી. 31 ઓગસ્ટ ના રોજ ઈન્ડિયા ગઠબંધન ની ત્રીજી બેઠક છે જે 1 સપ્ટેમ્બર સુધી ચલસે, મમતા બેનર્જી આમાં હાજરી આપવા માટે આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!