સરકારી બસ ના ડ્રાઇવરે સ્કૂટી ને ટક્કર મારતા મહિલા એ બસ ડ્રાઇવર નો શર્ટ ફાડી કરી દીધો તમાચા નો વરસાદ, જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા ઉપર રોજબરોજ અનેક વિડિયો વાયરલ થતા હોય છે. આપણે સૌ જાણીએ છીએ તેમ આપણા ભારત રોજબરોજ એકસીડન્ટની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં ક્યારેક લોકો મોત ને પણ ભેટતા હોય છે. તો ક્યારેક નાની એવી વાતમાં કોઈ વ્યક્તિ મોટું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી બેસતા હોય છે. એવો જ એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે.
જેમાં સરકારી બસના ડ્રાઇવર દ્વારા એક બહેનની સ્કૂટીને થોડી ટક્કર લાગી જતા બહેને ખૂબ જ ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું. વીડિયોની વાત કરવામાં આવે તો આ વીડિયો આંધ્ર પ્રદેશ રાજ્યની અંદર આવેલા વિજયવાડા શહેરનો છે જેમાં જાણવા મળ્યું કે એક સરકારી બસના ડ્રાઈવરે ભૂલથી એક મહિલાની સ્કૂટીને ટક્કર મારી હતી જેના કારણે મહિલાની સ્કૂટીને થોડું ઘણું નુકસાન થયું હતું. જેના બાદ મહિલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
તે મહિલા બસની અંદર ચડી આવી હતી અને ડ્રાઇવરનો શર્ટ ફાડીને ડ્રાઇવરને હાથ થોભી ને નીચે ઉતારવાની કોશિશ કરી રહી હતી અને ડ્રાઇવરનેબેફામ રીતે મારી રહી હતી. લોકો આ વિડીયો જોઈને મહિલા પ્રત્યે ગુસ્સો ઠાલવી રહ્યા છે. કારણકે નાની એવી વાતનું મહિલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને મહિલા કોઈ વ્યક્તિને ફોન કરતી હોય તેવું પણ જોઈ શકાય છે.
#FireFiresTheFire: A woman attacked @apsrtc city bus driver indiscriminately in #Vijayawada complaining that the bus had hit her scooty.
She is driving scooter in wrong direction.@VjaCityPolice filed a case against her.#AndhraPradesh@APPOLICE100 pic.twitter.com/3Se1Uavjsp— Phanindra Papasani (@PhanindraP_TNIE) February 9, 2022
આ વીડિયોને એક પત્રકારે તેના ટ્વીટર હેન્ડલ એકાઉન્ટ ઉપર શેર કરેલો છે. અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વીડિયોને જોઈ લીધો છે. વીડિયોમાં જોવા મળે છે તે મહિલા વારેવારે બસ ડ્રાઈવરને તમાચા મારી રહી છે અને તેનો શર્ટ થોભી ને નીચે ઉતારવાની કોશિશ કરી રહી છે પરંતુ ડ્રાઇવર ચૂપચાપ રીતે બધું સહન કરતો જોવા મળે છે. લોકો મહિલા પ્રત્યે ગુસ્સો ઠાલવી રહ્યા છે અને અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!