Entertainment

બિગ બી ના દીકરા અભિષેક બચ્ચન કોનાથી ડરે છે પત્ની ઐશ્વર્યા થી કે માતા જયા બચ્ચનથી? આ અંગે અભિનેતાએ એવો જવાબ આપ્યો કે જાણીને વિશ્વાસ નહીં આવે….જાણો

Spread the love

ઐશ્વર્ય રાય અને અભિષેક બચ્ચન બૉલીવુડ ના લવેબલ કપલ્સ માના એક છે. ઐશ્વર્યા રાય એ દરેક ફિલ્મોમાં હટકે કિરદાર નિભાવયા છે અને લોકોના દીલને જીતી લીધું છે તો ત્યાં જ અભિષેક બચ્ચન પણ પોતાની મહેનત દ્વારા સફળ અભિનેતાની લિસ્ટ માં શામિલ થઈ ગયા છે.પરંતુ આજે અભિષેક બચ્ચની પ્રોફેશનલ નહીં પરંતુ પર્સનલ જીવનનો એક બહુ જ દિલચસ્પ કિસ્સો સામે આવી રહ્યો હે કે જે સાંભળીને તમે લોકો પણ તમારી હસી રોકી નહીં શકો.

વાસ્તવમાં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન એ વર્ષ 2007 માં અગ્નિ ના સાત ફેરા લીધા હતા.ત્યારથી જ ઐશ્વર્યા રાય બચ્ચન પરિવારની લાડલી વહુ ગણાય છે. ઐશ્વર્યા રાય પોતાના પતિ અભિષેક બચ્ચન ની સાથે સાથે પોતાની સાસુમાં જયા બચ્ચન અને સસરા અમિતાબ બચ્ચન ઉપર પણ દિલ ખોલીને પ્રેમ વરસાવતી હોય છે. ત્યાં જયાં બચ્ચન પણ પોતાની વહુ ઐશ્વર્યા રાય ને બહુ પ્રેમ કરે છે.

એવામાં ઘણીવાર આ સાસુ – વહુ મળીને અભિષેક બચ્ચન ની ટાંગ ખેચાઈ કરતી હોય છે. આ વાતનો ખુલાસો ખુદ અભિનેતા અભિષેક ઘણીવાર કરી ચૂક્યા છે. પરંતુ આજે એ વાત જાણવા મળી છે કે અંતે અભિષેક માતા ને પત્ની માથી કોનાથી વધારે બિવે છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો હતો જ્યારે અભિષેક બચ્ચન પોતાની બહેન શ્વેતા બચ્ચન સાથે એક ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા આ દરમિયાન અભિષેક બચ્ચન ને પુછવામાં આવ્યું હતું કે તે પોતાની માતા જયા બચ્ચન થી બિવે છે કે પોતાની પત્ની ઐશ્વર્યા રાય થી?

ત્યારે અભિષેક બચ્ચન એ જવાબ માં કહ્યું હતું કે માતા  થી. પરંતુ ત્યારે અભિષેક બચ્ચન જવાબ આપી રહયા હોય છે ત્યારે જ તેમની બહેન શ્વેતા બચ્ચન વચમાં કહે છે કે તે પોતાની પત્ની ઐશ્વર્યા થી વધારે બિવે છે. જેના પછી અભિષેક કહે છે કે આ મારો સવાલ હતો આથી જવાબ પણ મને જ આપવા દો. જો કામની વાત કરવામાં આવે તો આભિષેક બચ્ચન હાલમાં તો પોતાની રિલિજ થયેલ ફિલ્મ ‘ ઘુમર ‘ ને લઈને ચર્ચામાં જોવા મળી આવ્યા છે જેમાં તેમની સાથે સૈયમી ખેર નજર આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *