Gujarat

શું દિવાળી માં પણ ગુજરાત થશે વરસાદી પાણી થી જળબમ્બાકાર? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી જાણો.

Spread the love

હાલ ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર રીતે વિદાય થઈ ચૂકી છે પરંતુ હજુ પણ હવામાન વિભાગ અને હવામાન વિભાગના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહીઓ કરવામાં આવેલી છે. આગામી દિવસોમાં દિવાળી નો તહેવાર આવી રહ્યો છે એવામાં જોવાનું રહ્યું કે શું વરસાદ ગુજરાત ના લોકોની દિવાળી બગાડશે? તો ચાલો જાણીએ હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે શું આગાહી કરેલી છે.

અંબાલાલ પટેલે આગામી 14 ઓક્ટોબર થી 17 ઓક્ટોબર સુધી વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરતા કહ્યું હતું કે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે તેને કહ્યું કે ધીમે ધીમે ઈશાન તરફ પવન ફૂકાવવાને કારણે ઓક્ટોબર અને નવેમ્બરમાં પણ દક્ષિણ ભારતમાં વરસાદની શક્યતાઓ રહેશો અને કહ્યું કે દિવાળીમાં વરસાદની સંભાવના નહીવત રહેશો પરંતુ દિવાળીના દિવસોમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતાઓ ઘણી છે.

અને કહ્યું કે આ વર્ષે હસ્ત નક્ષત્રમાં વીજળી સાથે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. સાથોસાથ તેને 13 ઓક્ટોબર સુધીમાં મધ્યપ્રદેશ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરેલી છે. જેમાં બેચરાજી, અમદાવાદ, વડોદરા, કડી, મહેસાણા વગેરે તાલુકા અને જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતાઓ કહેલી છે.

સાથોસાથ સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરવામાં આવે તો અમરેલીના વેરાવળ સહિતના ભાગોમાં વરસાદ થવાની સંભાવનાઓ છે અને વરસાદના હળવા ઝાપટા પડી શકે તેમ કહ્યું હતું. બંગાળના ઉપસાગરમાં હવાનું દબાણ સર્જવાને કારણે વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે અને કહ્યું કે દિવાળી ન આવે ત્યાં સુધી વાતાવરણમાં પલટો આવી શકશે. આમ અંબાલાલ પટેલે દિવાળી સુધી વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ બતાવી છે. જેમાં હળવા થી ભારે વરસાદની આગાહી ની શક્યતાઓ કહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *