શું આ વ્યક્તિ પૂજારી છે? કે જેણે પોતાના જાદુથી આ ચીતાઓને વસમાં કર્યા છે અને સાથે સૂવે છે જાણો હકીકત..જુઓ વિડીયો
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયા નો છે. તેવામાં આપણે સૌ જાણીએ છિએ કે સોશ્યલ મીડિયા ના વિવિધ માધ્યમો પર રોજ હજારો વિડીયો વાયરલ થતાં હોઈ છે જે પૈકી અમુક વિડીયો આપણને ઘણા હસાવે છે જ્યારે અમુક વિડીયો આપણને ઘણા અચરજ માં મૂકી દે છે. તેવામાં ઘણી વખત લોકો સોશ્યલ મીડિયા પર ઘણી ભ્રામક અને યોગ્ય તપાસ વિનાની માહિતી સોશ્યલ મીડિયા પર અપલોડ કરતા રહે છે.
આવી માહિતી અને વિડીયો લોકોમાં ઘણી વખત ખોટી માહિતી ફેલાવે છે. તેવામાં ઘણી માહિતી ની તપાસ કરવી જરૂરી છે. આપણે અહીં એક એવાજ વિડીયો વિશે વાત કરવાની છે કે જેની તપાસ આપણે અહીં કરવાની છે. સૌ પ્રથમ જો વાત સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં વિડીયો અંગે કરીએ તો તેમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ રાતના સમયમાં એક શેડમા સૂતો છે તેવામાં તેની પાસે ત્રણ ચિતા પણ જોવા મળે છે.
આ સમયે વિડીયો માં જોઈ શકાય છે કે એક ચિતો અચાનક ઊભો થઈ જાય છે અને તે પાસે સૂતેલા વ્યક્તિ પાસે જાય છે આ સમયે તે વ્યક્તિ જરા પણ ડરતો નથી અને ઘણા જ પ્રેમથી ચિતા ને પોતાની પાસે સુવડાવે છે અને તેના પર પ્રેમથી હાથ પણ ફેરવે છે. જે બાદ એક પછી એક તમામ ચિતા વ્યક્તિ પાસે આવીને સુઈ જાય છે. હાલમાં લોકો આ વિડીયો જોઈની સાથે એવું પણ જણાવી રહ્યા છે કે વિડીયો ગુજરાત માં આવેલા સવારકુન્ડલા ગામનો છે અને વિડીયોમા જોવા મળતો વ્યક્તિ અહીંના પિપલેશ્વર મહાદેવ મંદિરના પૂજારી છે કે જેઓ ચિતા સાથે સૂતા છે.
પરંતુ જણાવી દઈએ કે અમુક લોકો આ વિડીયો ને લઈને ભ્રમ ફેલાવી રહ્યા છે જણાવી દઈએ કે આ વિડીયો ભારત નો છે જ નહીં પરંતુ વિડીયો સાઉથ આફ્રિકા નો છે અને વિડિઓમા જોવા મળી રહેલા વ્યક્તિ વન્ય જીવ માટે કામ કરતી વ્યક્તિ છે કે જેમનું નામ ડોલ્ફ સી વોલ્કર છે જણાવી દઈએ કે તેમણે એક વર્ષનો સમય ગાળો અહીંના માદા ચિતા સાથે વિતાવ્યો તેમણે આ સમય ગાળા સમયે પોતાનો અનુભવ પણ સોશ્યલ મીડિયા પર સેર કર્યો છે.
So what does a #cheetah prefers. Hard concrete or warm cloth. This one from an enclosure. All looks loveable though. VC Dolph C Volker. pic.twitter.com/UNzyiAulX2
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) June 10, 2020
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.