બેવફા સનમ! પ્રેમના નામે પ્રેમિએ કરી ખોટી હરકત પ્રેમિકાએ સુસાઇડ કરી સુસાઇડ નોટમા લખ્યું એવું કે ભાવુક કરી મૂકે
મિત્રો હાલમાં અનેક એવા બનાવો બની રહ્યા છે કે જેના કારણે આપણને આપણા મનુસ્ય હોવા પર પણ શર્મ આવે. ભાવનાઓથી ભરપૂર માણસ હાલમાં એવો લાગણી વગરનો થઈ ગયો છે કે તે ફક્ત પોતાના અને પોતાના સ્વાર્થ વિશે જ વિચારે છે.
આપણે સૌ જાણીએ છિએ કે માનવી ઘણો પ્રેમાળ છે. જોકે હાલમાં પ્રેમને લોકો ઘણી ખરાબ નજરે જુએ છે. જેની પાછળ પણ અમુક એવા પ્રેમી પંખીડા છે કે જેઓ પ્રેમને કલંકિત કરે છે. આપણે સૌ જાણીએ છિએ કે પ્રેમ એ આત્મીય બાબત છે. પરંતુ હાલમાં ઘણા હવશી લોકો દ્વારા પ્રેમને શારીરક બાબત ગણે છે. અને ફક્ત શરીરક સુખ મેળવવા માટે પ્રેમના નામે ખોટા કામ કરે છે અને અન્યના જીવનને બરબાદ કરે છે.
જો કે હાલમા પ્રેમ ને લઈને આવો જ એક ઘણો બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક યુવતિએ સુસાઇડ કર્યું છે અને એક સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં લખેલી વિગતો સૌ કોઈને ચોકાવી દે તેવી છે. જો વાત આ દુઃખદ બનાવ અંગે કરીએ તો તેની વિગતો આ પ્રમાણે છે.
મળતી માહિતી અનુસાર સુસાઇડ નો આ બનાવ સુરતના કાપોદ્રા માં સર્જાયો છે. અહીં એક યુવતીના સુસાઇડ ને કારણે લોકોમાં અફરાતફરા મચી ગઈ છે. જો વાત આ યુવતિ અંગે કરીએ તો યુવતિ મૂળ ઉમરપાડાની છે અને હાલમાં કાપોદ્રા વિસ્તારમાં ભાણેજ સાથે રહેતો હતી. અને હીરાના કારખાનામાં કામ કરી પરિવારને આર્થિક મદદ કરતી હતી.
યુવતિ ની આત્મ હત્યા અંગે માહિતી મળતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી તેવામાં પોલીસ ને યુવતિએ લખેલ સુસાઇડ નોટ પણ મળી આવ્યો જેમાં યુવતિએ ચાર વર્ષથી પોતાના સંબંધ પટેલ વિશાલ મનહરલાલ નામના યુવક સાથે હોવાનું જણાવ્યું.
તેણે વધુમાં એ પણ જાણાવ્યુ કે વિશાલે લગ્નની લાલચ આપી તેની સાથે સંબંધ પણ બાંધ્યો હતો. જો કે જણાવી દઈએ કે વિશાલ પહેલાથી જ લગ્ન કરેલો હતો. તેની પત્ની ને પણ યુવતિ અને વિશાલ ના સંબંધ વિશે માહિતી હતી છતા પણ તે યુવતિ અને વિશાલને સાથ આપતી હતી.
જો કે યુવતીએ પોતાના સુસાઇડ નું કારણ જણાવતા એ પણ લખ્યું કે વિશાલ અને તેની પત્નીએ મારી જિંદગી બરબાદ કરી નાખી, હું બધી રીતે હારી ગઈ છું. માટે હું આવું પગલાં ભરવા પ્રેરાઇ છું. તેમણે વધુમા એ પણ જણાવ્યું કે આ બાબતને લઈને જો કોઇ વધારે માહિતી માટે કામરેજ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરી લેવી. ગત રાત્રે હું ત્યાં અરજી કરી આવી છું.
અને અંતે પોતાના પ્રેમ સંબંધ ને કારણે દુઃખી થયેલ યુવતિએ પોતાના પરિવાર વિશે લખ્યું કે મારાં માતા-પિતા, ભાઈ-બહેનને બસ એટલું કહીશ કે હું ખોટી હતી એટલે ખોટું કર્યું. આમ વિશાલ અને તેની પત્નીના ત્રાસ ના કારણે યુવતિએ સુસાઇડ કર્યું. જે બાદ યુવતીએ એ પોતાની એ પણ અંતિમ ઈચ્છા વ્યક્ત કરીકે મારી લાશ મારા ફેમિલીને આપતાં પહેલાં વિશાલના ઘરે આપી આવજો. તો જ મારા આત્માને શાંતિ મળશે. જો કે જણાવી દઈએ કે હાલમાં પોલીસે વિશાલ પટેલ અને તેની પત્ની સામે આતઘાત કરવા માટે મજબૂર કરવા બદલ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.