India

પ્રેમી અને પ્રેમિકાની એવી તૈયારી કે લગ્નની તુરંત બાદજ પતિની સામે કન્યા પ્રેમી સાથે ભાગી અને તેની સાથે…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હવે ક્મુરતા પૂર્ણ થયા ની સાથે જ અનેક યુગલો પ્રભુતા માં પગલાં કરશે. તેવામાં ઘણા યુવક યુવતીઓ એક બીજા સાથે સાત જન્મોના વચનો લેશે. આપણે સૌ જાણીએ છિએ કે લગ્ન એક પવિત્ર સંસ્કાર છે અને પતિ પત્નીના સંબંધને ઘણા જ ખાસ અને પવિત્ર માનવામાં આવે છે. પતિ પત્નીએ સાથે મળીને આ સંસાર રૂપી સાગર પાર કરવાનું હોઈ છે.

પરંતુ સમાજમા ઘણા એવા પણ બનાવો બને છે કે જે પતિ અને પત્નીના આવા પવિત્ર સંબંધને ડાઘ લગાડે છે. આપણે સૌ જાણીએ છિએ કે આપણા જીવનમાં પ્રેમ ઘણો જરૂરી છે. જોકે આપણો સમાજ પ્રેમ લગ્નને ઘણી જ ખરાબ નજરે જુઓ છે. અને પ્રેમ લગ્ન માટે સમાજ અનુમતી આપતો નથી.

તેવામાં હાલમાં જે બનાવ સામે આવ્યો છે તે આશ્ચર્ય આપવે તેવો છે. કે જ્યાં લગ્ન બાદ પતિ સાથે સાસરે જવાના બદલે રસ્તામાં જ પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ. જોકે પોલીસ દ્વારા હાલમાં બંને ને પકડી લેવામાં આવ્યા છે. જો વાત આ બનાવ અંગે વિસ્તારથી કરીએ તો તે આ પ્રમાણે છે.

જણાવી દઈએ કે અહીં પ્રેમી યુવક નું નામ વિકાસ ગુપ્તા છે કેજે બસ્તરાના બક્વન્દા માં રહે છે જયારે યુવતિ નું નામ આરતી છે કે જેઓ દાંતીવાડા ના રહેવાસી છે. જણાવી દઈએ કે આરતી અને વિકાસ વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધ હતા. જોકે તેમના પરિવાર ને આ સંબંધ પસંદ ન હતો.

માટે તેમને આરતીના લગ્ન મહારાષ્ટ્ર ના એક યુવક સાથે નક્કી કર્યા અને તેમના લગ્ન કરાવ્યા. જોકે આરતી આ લગ્નથી ખુશ ન હતી. માટે તેણે વિકાશ સાથે ભાગવાનું નક્કી કર્યું. જણાવી દઈએ કે પોલીસ દ્વારા પકડાઇ ગયાં પછી આરતીએ જણાવ્યું હતું કે તે વિકાસ ને પ્રેમ કરે છે અને તેની ઇચ્છાથી વિકાસ સાથે ભાગી હતી. તેણે વધુમાં એ પણ જણાવ્યું હતું કે પોતાના પ્રેમી અંગે વાત કર્યા પછી તેના પરિવાર ના લોકો તેના પર નજર રાખતા હતા.

અને તેને એકલી મુકતા ન હતા. જેના કારણે તેની તબીયત બગાડતા સારવાર માટે હોસ્પીટલ લઇ જવામાં આવી આ સમયે તેની જાન આવી ચૂકી હતી. આરતીએ એ પણ જણાવ્યું કે લગ્ન માટે ના પાડવા છતા પણ પરિવાર ના લોકો ન માન્યા અને હોસ્પીટલથી જ તેને લગ્ન માટે લઇ જવામાં આવી જોકે મંડપ માં આરતી બેભાન થઈ ગઈ હતી અને હોસ આવ્યો ત્યારે તેના ગળામાં મંગળસુત્ર હતું. તેણે સાત ફેરા ન થયા હોવાનું પણ જણાવ્યું.

જો કે તે સમયે પરિવાર ના કારણે આરતી પતિ સાથે સાસરે જવા નીકળી આ સમયે તે વિકાસ ને તમામ માહિતી આપતી હતી જે બાદ તેણે વિકાસને પોતાની કરંટ લોકેશન મોકલી. તેઓ જ્યારે રાજનાદ ગામના માનપુર પાસે પહોંચ્યા ત્યારે પોતાને ટોયલેટ નું બહાનું કરીને તે પતિની ગાડી માંથી નીચે ઉતરી અને મોકા નો લાભ લઈને પાછળ આવી રહેલા પ્રેમી ની ગાડીમાં બેસી ગઈ. અને ફરાર થઈ ગઈ. જે બાદ પતિએ પત્ની ના ભાગી જવાની રીપોર્ટ પોલીસને કરી. જે બાદ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી અને વિકાસ ને પકડીને આરતીને પરિવાર પાસે મોકલી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *