માનવતા પરથી વિશ્વાસ ઉઠી જાય તેવો બનાવ! સગાઇ પહેલા જ એક યુવતી પર થયા એટલા વાર કે તેના શરીરને પ્રેમી…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લોકોનો સ્વભાવ ઘણો વિચિત્ર થઇ ગયો હોઈ તેવું લાગે છે. આપણે આવું શા માટે કહીયે છીએ તેની પાછળની કારણ દેશમાં સતત વધી રહેલા હત્યા અને અમાનવીય પ્રવૃત્તિમાં બનાવો છે. આપણે સૌ જાણીએ છીએ કે માનવીએ કુદરતની સૌથી અણમોલ રચના છે અને માનવ જીવન એ કુદરતની સૌથી સુંદર ભેટ છે. માટે જ આ જીવનની કદર કરવી જરૂરી છે. પરંતુ અમુક લોકો માટે માનવીનું જીવન કોઈ મહત્વ નથી ધરાવતું તેમ તેમના માટે અન્યનો જીવ લેવો જાણે રમતની બાબત થઇ ગઈ છે.
આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી અમાનવીય તત્વોના હોસલા સાતમા આસમાને હોઈ તેવું લાગે છે તેની પાછળ નું કારણ હાલમાં જોવા મળી રહેલ ક્રાઇમ છે જોકે આવા અમાનવીય તત્વોને પોલીસ દ્વારા ઘણી જ આકરી સજા આપવામાં આવે છે તેવામાં ફરી એક વખત માનવતા પર વિશ્વાસ કરવો મુશ્કેલ બને તેવો બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક મહિલા પર ચાકુ વડે આશરે 10 થી 12 ઘા મારીને નિર્દયી ખૂનીએ યુવતીની હત્યા કરી છે. આ બનાવ અંગેની વિગતો આ પ્રમાણે છે
મળતી માહિતી અનુસાર આ બનાવ મધ્ય પ્રદેશ ના ખાંડવા જિલ્લાની છે. જયારે મૃત્યુ પામેલ યુવતી નું નામ રજની છે. જો વાત રજની અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ હેમગિરિ ના રહેવાસી છે. અને છ મહિના પહેલા જ તેમને ખાંડવા જિલ્લામાં સ્વાસ્થ્ય વિભાગ માં સહાયક ગ્રેડ ના પદે નિયુક્ત થયા હતા. કે જે તેમના ગામની નજીક હતું. રજની ને પરિવાર નજીક આવવાની ખુશી હતી, પોતાના કામને લઈને તેણે રામનગર માં એક ઘર ભાડે રાખ્યું કે જેમાં તે પોતાની માસીની દીકરી સાથે રહેતી હતી.
તેવામાં એક દિવસ પોલીસ ને રજની ની ગાડી લાવારીશ હાલતમાં મળી આવી હતી જે બાદ તપાશમાં રજની અંગે માલુમ પડતા પોલીસે તેમનો સંપર્ક સાધ્યો પરંતુ રજનીનો સંપર્ક ન થતા પોલીસ દ્વારા પરિવારના લોકો સાથે પૂછ પરછ કરવામાં આવી.જોકે પરિવારને પણ રજની અંગે કોઈ માહિતી ન મળતા તેની ગમ થયા ની રિપોર્ટ લખાવી જે બાદ પોલીસ ટિમ રજની જે ઘરમાં ભાડે રહેતી હતી ત્યાં પહોંચિ. જોકે આ સમયે ઘર પર તાળું હતું તેવામાં રજનીની બહેને અન્ય દરવાજા અંગે પોલીસને માહિતી આપી જે બાદ પોલીસટિમ ઘરમાં અંદર ગઈ.
જોકે આ સમયે જે જોવા મળ્યું તેના કારણે સૌ કોઈ હેરાન રહી ગયા પોલીસને ઘરમાં લોહીના રેલા જોવા મળ્યા. જે બાદ કંઈક અહિત થયા અંગે જાણ થતા પોલીસ ટિમ રજનીને શોધવા લાગી પરંતુ કોઈ જગ્યાએ રજની મળી નહિ તેવામાં એક પોલીસ કર્મીને પાસેની પાણીની ટાંકી પાસે લોહીના નિશાન મળ્યા જે બાદ પોલીસ ટિમ દ્વારા ટાંકીનું પાણી બહાર કાઢતા રજનીની લાશ ટાંકી માંથી મળી આવી. પરંતુ તેની લાશ સાથે ઘણી બર્બરતા જોવા મળી હતી.
ખૂનીએ તેના શરીર પર લગભગ 10 થી 12 વખત ચાકુ વડે ઘા માર્યા હતા. અને શરીરને લોહી લુહાણ કરી મૂક્યું હતું જણાવી દઈએ કે થોડા દિવસ બાદ રજનીની સગાઇ ખરગોન પાસે આવેલા એક ગામ ના યુવક સાથે હતી. પરંતુ ખુશીઓ આવતા પહેલા જ આખા પરિવારમાં ગમ છવાઈ ગયો. જણાવી દઈએ કે હજુ સુધી હત્યારા કે હત્યાના બાબતને લઈને કોઈ માહિતી મળી નથી. પરંતુ પ્રારંભિક રીતે જોતા આ પ્રેમ પ્રસંગને લઈને હત્યા થઇ હોવાનું માલુમ પડે છે. હાલમાં પોલીસ દ્વારા આ બાબતને લઇને તપાશ ચાલી રહી છે