ઉજજૈન ના માત્ર 20 વર્ષ ના ડોન લબરમુછિયા ની હત્યા નું કારણ જાણી ને ચોંકી ઉઠશો. તેની હત્યા એવી રીતે થઇ કે…
આજકાલ સોશિયલ મીડિયા મારફતે ઘણા બધા ગુનાહિત કૃત્યો થતા હોય છે. આજકાલ નાની નાની ઉમર માં જ મોટું નામ કમાવવાની લોકો ને ટેવ પડી ગઈ છે. આ માટે લોકો ગમે તે કરી શકે છે. અને પોતાના નામની ધાક બેસાડવાનો પ્રયત્ન કરતા હોય છે. અને લોકો ને ડરાવતા હોય છે. એવો જ એક 20 વર્ષ નો યુવાન ઉજ્જૈન નો લબરમુછિયા ડોન ની હત્યા થઇ ચુકી છે. તેની હત્યા જે રીતે થઈ તે જાણી ને તમે પણ ચોંકી ઉઠશો.
આ ડોને માત્ર 16 વર્ષ ની જ ઉંમરે પોતાની ગેંગ બનાવી લીધી હતી. 20 વર્ષ નો આ યુવાન હમેશા કપાળ માં તિલક કરતો આંખ માં કાજલ કરતો. અને ખભા પર ગમછો રાખતો હતો. તે ગુનાની દુનિયામાં પોતાનું નામ બનાવવા માંગતો હતો. દુર્લભ કશ્યપ ના પિતા મનોજ કશ્યપ છે. તેમની માતા ઉજ્જેન ના એક ગામમાં સ્કૂલ ટીચર છે. તેમના પિતા વેપારી છે.
તે સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહેતો હતો. તે પોતાની ગેંગ નો ફેસબુક દ્વારા પ્રચાર કરતો હતો. અને ઘણા યુવાનો તેની સ્ટાઇલ જોઈ ને તેની ગેંગ માં સામેલ થતા હતા. યુવાનો તેની સ્ટાઇલ ને કોપી પણ કરતા હતા. અને તેને ખુબ જ પસંદ કરતા હતા. તેમને પોતાની ગેંગ માં 100 થી વધુ યુવાનોને સામેલ કર્યા હતા. તે અનેક ગુના માં સંડોવાયેલો હતો.
2018 માં એસ.પી. સચિન અતુલકરે આ ગેંગ નો ઝડપી પાડી હતી. અને ઘણા યુવાનો ની સાથે દુર્લભ ની ધરપકડ થઇ હતી પણ 2020 માં કોરોના ના લીધે બધા કેદીઓને જેલ માંથી મુક્ત કરવામાં આવ્યા હતા. તે દરમિયાન 6-12-2020 ના રોજ ચાની દુકાન પર દુર્લભ અને બીજી ગેંગ ની વચ્ચે ઝગડો થયો જેમાં દુર્લભ નું મૃત્યુ થયું હતું.