ઘૂંટણ સમા પાણી ને પાર કરવા આ યુવકે જે મગજ વાપર્યો તેને જોઈ ને ચક્કર ખાઈ પડી જશે…જુઓ વિડીયો.
અત્યારે આપણા ભારત દેશ માં વરસાદી માહોલ જામી ગયો છે. એવામાં ઠેર ઠેર રોડ રસ્તાઓ પાણી માં ડૂબેલા જોવા મળે છે. અને લોકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ વરસાદ ના અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. ભારત ના પ્રખ્યાત બિઝનેસમેન આનંદ મહિંદ્રા એ હાલમાં તેમના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરેલો છે.
આ વિડીયો માં જોઈ શકાય છે કે, વરસાદ થી રસ્તા પર ઘૂંટણ સમા પાણી ભરાય ગયા છે. એવામાં લોકો રસ્તા માંથી પસાર થઇ શકતા નથી. એવામાં એક યુવકે એવી તરકીબ વિચારી કે, તે પાણી માંથી એવી રીતે પસાર થયો કે, તેના પગ પણ નો પલળી શક્યા. યુવકે બે સ્ટુલો લીધા અને સ્ટુલ ના સહારે એવી રીતે રસ્તો ઓળગી લીધો કે લોકો હેરાન થઇ ગયા. જુઓ વિડીયો.
👍🏽 As the saying goes: Necessity is the mother of invention… pic.twitter.com/VjyD2LzgAR
— anand mahindra (@anandmahindra) July 8, 2022
વિડીયો માં જોઈ શકાય છે કે, એક યુવકે બે સ્ટુલ લીધા એમાં બને માં દોરીઓ બાંધી દીધી. એક હાથે એક સ્ટુલ ને ઉંચકીને આગળ મૂકે અને તેના પર તે ઉભો રહી ગયો. ત્યારબાદ પાણી ની વચ્ચે બીજું સ્ટુલ દોરી ના સહારે આગળ કરે અને તેના પર ઉભો રહી જાય. આવી રીતે આખો રસ્તો ઓળંગી લીધો. લોકો પણ આ યુવક નો વિડીયો જોઈ ચકિત થઇ ઉઠ્યા.
આ વિડીયો ભારત ના બિઝનેસમેન આનંદ મહિન્દ્રા એ શેર કરેલો છે. લોકો વિડીયો જોતા ની સાથે જ ધડાધડ કોમેન્ટો કરવા લાગ્યા હતા. આ યુવાન નો દિમાગ પણ જોરદાર ચાલ્યો. પોતે રસ્તો પાર કરવા અનોખો દિમાગ લગાવ્યો હતો. આવા અનેક વિડીયો આપણને સોશિયલ મીડિયા પર શેર થતા જોવા મળે છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.