Categories
Gujarat

લંકા ની લાડી ને ઘોઘા નો વર, જૂનાગઢ નો યુવાન બન્યો અમેરિકાનો જમાઈ.

Spread the love

લંકા ની લાડી ને ઘોઘા નો વર આ કહેવત થી સૌ કોઈ વાકેફ છે. આ કહેવત ને જૂનાગઢ ના એક યુવકે તાજી કરી દીધી છે. જૂનાગઢ ના તલાલા ગીર માં રહેતા એક યુવકે અમેરિકા ની એક યુવતી સાથે લગ્ન કર્યા નો કિસ્સો સામે આવ્યો છે. સાચો પ્રેમ હોઈ ત્યાં કોઈ પણ બંધનો નડતા નથી હોતા એવી જ એક અમેરિકા ની યુવતી એ સાત સમુદ્ર પાર કરીને ભારત માં અને તેમાં પણ જૂનાગઢ ના યુવક સાથે લગ્ન કરીને લગ્ન ના બંધન માં જોડાય છે. અને બંને એ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.

જૂનાગઢ ના તાલાલા માં રહેતા બલદેવ આહીર કે જેને અમેરિકા ની એક યુવતી સાથે લગ્ન કર્યા. બલદેવ આહીર લંડન માં જઈને એમબીએ નો અભ્યાસ કર્યો હતો. અને તે હાલમાં જોબ કન્સલ્ટન્સી નો વ્યવસાય કરે છે. તેને 2019 માં ફેસબુક મા અમેરીકા ની યુવતી એલિઝાબેથ ને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. બાદ માં તેના મેસેંજર પર તે યુવતી નો મેસેજ આવ્યો હતો અને આમ બંને એકબીજા સાથે વાતો કરતા હતા. તે દરમિયાન બળદેવે એક દિવસ યુવતી પાસે વોટ્સએપ નમ્બર માંગ્યો એલિઝાબેથે નંબર આપ્યો બાદ માં તે લોકો વોટ્સએપ થકી વાતો કરતા હતા અને ઘણી વાર વિડીયો કોલ દ્વાર પણ કનેક્ટ થતા હતા.

બલદેવ અને એલિઝાબેથ બંને એકલબીજા ને જાણવાનો પ્રયત્ન કર્યો અને બંને ની વચ્ચે થોડાક જ સમય માં પ્રેમ નો સંબંધ બંધાય ગયો. અને ત્યારબાદ એલિઝાબેથે બલદેવ ને લગ્ન કરવા અંગેનો પ્રસ્તાવ આપેલો તે પ્રસ્તાવ ને બળદેવે સ્વીકાર કર્યો. બળદેવે આ વાત ને તેના પરિવાર માં કરી તે લોકો પણ આ લગ્ન કરવામાં રાજી હતા. બાદ માં તેના પરિવાર સાથે પણ એલિઝાબેથે વાત કરી હતી બાદ માં તે લોકો ને પણ તે પસંદ આવતા બાદ માં લગ્ન માટે હા કરી.

એલિઝાબેથે ભારત આવીને લગ્ન કરવાનો પ્રસ્તાવ મુક્યો અને બાદ માં તે ભારત આવીને ભારતીય સંસ્કૃતિ તેના રીતરિવાજો મુજબ લગ્ન કર્યા હતા. ભારત માં તે બને એ પ્રથમ કોર્ટ મેરેજ કાર્ય બાદ માં હિન્દૂ વિધિ પ્રમાણ બંને લગ્ન ના બંધન માં બંધાયા હતા.અને એલિઝાબેથે કરેલી વાત મુજબ તે બલદેવ ના પરિવાર સાથે જ રહેવા માંગે છે તેવી પણ ઈચ્છા પ્રગટ કરી હતી અને લંડન ના બદલે તે અહીં ભારત માં જ રહેશો તેમ ઈચ્છા વ્યક્ત કરી હતી. ભારત માટે પણ આ ગર્વ ની જ વાત કહેવાય કે એક વિદેશી યુવતી ભારત માં આવીને હિન્દૂ પરમ્પરા મુજબ લગ્ન કરે.

સોશીયલ મીડિયા થકી નો પ્રેમ આખરે લગ્ન માં પરિણમ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *