Entertainment

ભૂલ ભૂલમાં યુવક હરણના પિંજરામાં ઘુસી ગયો, એવો વ્હેમ હતો કે તે કાંઈ કરશે નહીં પણ ત્રણ હરણોએ મળીને યુવકનું પાણી કાઢી નાખ્યું…જુઓ વિડીયો

Spread the love

સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે જ્યા રોજબરોજના અનેક એવા વિડીયો આપણી સામે આવતા જ રહે છે જેને જોયા બાદ આપણા પણ હોશ જ ઉડી જતા હોય છે તો અમુક વખત ખુબ ફની ફની વિડીયો પણ સામે આવતા જ રહેતા હોય છે. એવામાં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક વિડીયો ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ તમારું તો આમ હાસ્ય જ છૂટી જશે. તો ચાલો તમને આ પુરા વિડીયો વિશે જણાવી.

આમ તો તમને ખબર હશે કે હરણ મોટા ભાગે આપણને જંગલની અંદર જોવા મળતા હોય છે પરંતુ પ્રાણી સંગ્રાહાલયો તેમ જ અનેક એવા ઝૂ જેવી જગ્યાઓમાં પણ હરણ તથા બીજા અનેક મોટા મોટા પ્રાણીઓ પુરાયેલા જોવા મળતા હોય છે. એવામાં અમુક વખત આવા પ્રાણી સંગ્રાહાલયોની અંદર લોકોને જવા દેતા હોય છે જયારે અમુક વખત બહારથી જ આવા પ્રાણીઓને નિહાળવાનો મોકો મળતો હોય છે.

પરંતુ ઇન્સ્ટાગ્રામ દ્વારા આ વિડીયો સામે આવ્યો છે તે ખુબ જ ચોંકાવી દેતો છે કારણ કે અહીં એક હરણ યુવકને લાતો મારી મારીને ભગાડી રહ્યું છે, આવું તમે પેહલી વખત જોયું હશે કે કોઈ હરણ પણ આવી રીતે લાતો મારવા લાગે. પણ વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં સ્પષ્ટ રીતે આવું જોઈ શકાય છે જેમાં એક યુવક સામે એક બે નહીં પણ ત્રણ ત્રણ હરણ આમને સામને આવી જાય છે અને પછી બધા ભેગા મળીને આ યુવક પર હમલો કરી દે છે.

આ હુમલો પણ જેવો તેવો નહીં પણ પગે પગે કરવામાં આવેલો છે,વીડિયોમાં જોઈ શકાય છે કે યુવકને ત્રણ ત્રણ હરણ સાથે મળીને પાટા મારી રહ્યા છે તો યુવક સામે પણ પાટા મારી રહ્યો છે, આવી જ રીતે આવો સીલસીલો ચાલ્યા જ રાખે છે. એવામાં અચાનક હરણના બે સાથીદારો આવી જતા યુવક પણ દંગ રહી જાય છે અને પછી ત્યાંથી છટક બારી કરવાનો પ્લાન બનાવે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.

 

View this post on Instagram

 

A post shared by Wildlifeanimall (@wildlifeanimall)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *