Entertainment

યુવકે કર્યું જબરું જુગાડ ! સાઇકલમાં લગાવી દીધું બાઈકનું એન્જીન અને પછી તો ‘ભૂમ ભૂમ….આવો અનોખા જુગાડનો વિડીયો તમે ક્યારેય નહીં જોયો હોઈ

Spread the love

જુગાડ વિશે જો વાત કરવામાં આવે તો આપણા દેશની અંદર કોઈ પણ કાર્યને સરળતાથી કરી શકાય તે માટે થઇ ને અનેક પ્રકારે દિમાગ દોડાવામાં આવતું હોય છે જેમાં અમુક વખત અમુક યુવકોતો એવા એવા જુગાડ કરી નાખતા હોય છે કે તેના વિશે વિચારવું પણ આપણને મોંઘુ પડી જતું હોય છે. તમને થોડા દિવસો પહેલાનું યાદ હશે કે થોડા સમય પેહલા જ એક યુવકના જુગાડનો વિડીયો સામે આવ્યો હતો.

જેમાં તે યુવક એક સાથે 6થી7 લોકોને એક જ સાઇકલમાં સવારી કરીને લઇ જઈ રહ્યો હતો, ખાસ વાત તો એ છે કે આ સાઇકલ પણ પાછી જેવી તેવી ન હતી પરંતુ એક ઇલેક્ટ્રિક સાઇકલ હતી. એવામાં તે જુગાડ જોઈને આનંદ મહિન્દ્રા પણ ચોકી જ ગયા હતા, પરંતુ હાલના સમયમાં આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ ઝડપી રીતે વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ તમારી પણ આંખો ખુલ્લીની ખુલ્લી જ રહી જશે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે આ યુવક સાઇકલ પર સવાર થયેલો હોય છે, એવામાં વીડિયોમાં આગળ વધતા ખબર પડે છે કે આ કોઈ સાઇકલ નહીં પરંતુ એક જુગાડુ સાઇકલ છે જેનો તે ઉપોયગ કરીને આગળ વધી રહ્યો છે. સાઈકલની અંદર જોઈ શકાય છે કે સાઈકલની અંદર એન્જીન તથા સાઇલેન્સરને પણ ફિટ કરવામાં આવ્યું છે. એવામાં જેવી સાઇકલ ચલાવાનો વારો આવે છે તો આ યુવક જાણે ગાડીને કંઈક મારતો હોય તેવી જ રીતે કંઈક મારીને નીકળી પડે છે.

હાલના સમયમાં આ વિડીયોને ખુબ વધારે પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો દ્વારા તો આ વીડિયોને ખુબ જ વધારે પસંદ કરવામાં આવી રહ્યો છે, વાયરલ થઇ રહેલા આ વીડિયોને deden.jangkung.3 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જેને અત્યાર સુધી અનેક લોકોએ જોઈ લીધો હતો અને ખુબ વધારે પસંદ પણ કરી રહ્યા હતા. વિડીયો પર હજારો લાઈક આવી ચુકી છે અને વીડિયોને ખુબ પસંદ પણ કરવામાં આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Dik Dik Hendarsah (@deden.jangkung.3)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *