India

આન્ધ્રપ્રદેશ પર જળ સંકટ રાજ્યમાં પૂરે મચાવ્યો તાંડવ પૂરના પ્રકોપ માં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા જ્યારે….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલ શિયાળા ની ઋતુની શરૂઆત થઇ ગઈ છે. આપણે સૌ જાણીએ છીએ કે આજ વખતે ચોમાસાની ઋતુમાં મેઘરાજા સમગ્ર પ્રદેશ ઉપરાંત આખા દેશ પર પોતાની મેઘ માયા વર્ષાવી હતી. જેના કારણે દેશ ના અનેક ભાગોમાં મુશળધાર વરસાદ જોવા મળ્યો હતો. આવા વરસાદ ના કારણે દેશ અને રાજ્ય માંથી જળ સંકટ ઘણું જ હળવું બન્યું હતું. જોકે મુશળ ધાર વરસાદની અસર અમુક વિસ્તારોમાં પૂર સ્વરૂપે પણ જોવા મળી હતી. જો કે હાલ દેશ ના ઘણા એવા રાજ્યો છે કે જ્યાંથી વરસાદે સત્તાવાર રીતે વિદાય લીધી છે.

જો કે હાલના સમય માં એવા ઘણા રાજ્યો છે કે જ્યાં વરસાદ જોવા મળે છે જેની પાછળ નું કારણ વાતાવરણ માં આવતો ફેરફાર અને દરિયામાં સર્જાતો લો પ્રેસર ને ગણાવી શકાય. હાલમાં આવા લો પ્રેસર ના કારણે દેશના અનેક ભાગોમાં વરસાદે તોફાની પારી રમી છે. અને ભર શિયાળે ચોમાસાનો નજારો જોવા મળ્યો છે. દેશના અનેક રાજ્યો માં વરસાદ અને વાવાઝોડા ના કારણે અનેક વિસ્તારો પૂર જેવા મંજર જોવા મળ્યા છે.

જેમાં હાલ વરસાદ અને પૂરના કારણે આન્ધ્રપ્રદેશ ની સ્થિતિ ઘણી નાજુક જોવા મળી રહી છે. જણાવી દઈએ કે વરસાદ નું સૌથી ગંભીર અસર આંધ્રપ્રદેશના અનંતપૂર જિલ્લામાં જોવા મળી છે. આ વિસ્તાર માં છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. આવા વરસાદ ના કારણે ચિત્રાવતી નદીમાં પૂર જોવા મળ્યું.

નદીમાં આવેલ આ પૂર ના કારણે 10 લોકો પાણીમા ફસાઈ ગયા હતા. જે બાદ તેમને સેનાના દ્વારા હેલિકોપ્ટરની મદદથી બચાવ્વા માં આવ્યા હતા. જણાવી દઈએ કે વરસાદ અને પૂર ના કારણે અત્યાર સુધીમા આંધ્રપ્રદેશમાં 17 લોકોનાં મોત થયાં છે. જ્યારે 100 થી વધારે લોકો હજુ પણ લાપતા છે.

આ ઉપરાંત રાજ્યના કડપામાં વરસાદ ના કારણે ભારે તારાજી જોવા મળી છે. અહીં અન્નામય્યા ડેમ તૂટવાના કારણે 20 લોકો પાણીમાં તણાઇ ગયાં હતાં જે પૈકી 8 લોકોના મૃતદેહ મળ્યા છે. અને 12 લોકો હજી પણ લાપતા છે. વાતાવરણ માં ફેરફાર ને જોઇ ને હાલ હવામાન વિભાગ દ્વારા ચેન્નઇ અને કુડ્ડલોર વિલ્લુપુરમ ઉપરાંત ચેંગલપટ્ટુ , કાંચીપુરમ સાથે તિરુવલ્લુવર સહિત તામિલનાડુના 16 જિલ્લામાં ભારે વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

ભારે વરસાદ અને પૂર ના કારણે શુક્રવારે તામિલનાડુમાં વેલ્લોર શહેરમાં સવારે મકાન પડી ગયું હતું. આ અકસ્માત માં નવ લોકોનાં મૃત્યુ થયાં હતાં. જેમાં 4 બાળકો અને 4 મહિલાનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી એમ.કે સ્ટાલિને મૃતકોના પરિવારને 5-5 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *