IndiaNational

આ વૃદ્ધ વ્યકિત ને મળ્યો પદ્મશ્રી કરે છે આવું કામ કે જાણીને તમને પણ નવાઈ લાગશે આ કારણે……..

Spread the love

મિત્રો કહેવાઈ છે કે માનવી જે ધારે તે તમામ કામ કરી શકે છે. બસ તેનામાં આ કામ કરવાની ઇચ્છા શક્તિ અને પોતાના કામ પ્રત્યે લગન હોવી જોઈએ. વ્યક્તિ પોતાની મહેનત દ્વારા કઈ પણ કરી શકે છે. ભગવાને દરેક માનવીને અલગ અલગ તકતો આપી છે. આવી તકતો નો ઉપયોગ લોકો પ્રજા કલ્યાણ માટે કરે તે બાબત સારી ગણાય તેમાં પણ સૌથી મોટું પુણ્યનુ કામ એ લોકો ની મદદ કે સેવા કરવાની છે.

પરંતુ ઘણી વાર લોકો વિચારે છે કે પોતાની પાસે કોઈ પૈસા કે વધુ તાકાત કે સતા નથી તો કઈ રીતે મદદ કરવી તો આજે આપણે જે વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છે તેમના વિશે જાણ્યા પછી તમને પણ લાગશે કે આ સમગ્ર વિસ્વમા સૌથી સહેલું જો કોઈ કામ હોઈ તો તે લોકો ની મદદ કરવાની છે. તો ચાલો આપણે આવા પ્રેરણાદાઇ વ્યક્તિ ના જીવન વિશે વાત કરીએ ને આપણે પણ પ્રેરણા મેળવીએ.

મિત્રો આપણે આજે જે વ્યક્તિ ની વાત કરવાની છે તેઓની પાસે કોઈ ખાસ પૈસો તો નથી પરંતુ તેમનામાં લોકોને મદદ કરવાની ભરપૂર ઇચ્છા શક્તિ અને જુસ્સો છે આપણે આજે અહીં કર્ણાટકના રહેવાસી હરેકલા હજબાજી વિશે વાત કરવાની છે કે જેમને હાલમાં જ દેશનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એવા પદ્મશ્રીથી સમ્મનિત કરવામાં આવ્યા છે.

મિત્રો જો વાત હરેકલા હજબાજી વિશે કરીએ તો કર્ણાટક માં નારંગીનું વહેચવાનુ કામ કરે છે. તેમણે પોતાનુ આખું જીવન આ કામ કરવામાં જ વિતાવ્યું છે. તમને જણાવી દઈએ કે એકવાર અમુક વિદેશી પર્યટકો તેમની પાસે નારંગી ખરીદવા માટે આવ્યા હતા. આ પર્યટકો એ તેમને નારંગીની કિંમત પૂછી પણ તેઓ તેમની વાત સમજી શક્યા નહીં આ વાત ના કારણે તેઓ ઘણા દુઃખી થયા કે તે અંગ્રેજીમાં નારંગીની કિંમત કહી શક્યા નહીં.

આ વાત તેમને ઘણી ખુચી અને આ વાત નું ઘણી ઊંડી અસર તેમના પર પડી. તેના પછી તેમણે નક્કી કર્યું કે હજબાજી પોતે ભલે શિક્ષણ મેળવી શકાય નહીં, પરંતુ તેમના પછી ની પેઢીઓ અને ગામના ઘણા બાળકો સાથે આવું ન થાઈ અને તે લોકો અભણ ન રહે તેવા હેતુથી તેમણે તેમના ગામ ન્યુપાડાપુમાં ફક્ત 1 એકર જમીનમાં ગામના ગરીબ બાળકો માટે પ્રાથમિક શાળાની શરૂઆત કરી. આ શાળા નો હેતુ ગામના ગરીબ બાળકોને વાંચન અને લેખન કરવ્વા નો હતો.

મિત્રો તમને જાણીને આનંદ થશે કે તેમની આ મહેનત રંગ લાવી અને ધીમે ધીમે તેમની આ શાળામાં મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ આવવા લાગ્યા. જોકે હજુ પણ સમજ સેવાની ભાવના રાખનાર હજબાજી આવનાર સમય માં પ્રિ-પ્રાઈમરી યુનિવર્સિટી ખોલવાનું પણ વિચારી રહીયા છે. આવા સમયમાં સામાજિક અને શિક્ષણ ક્ષેત્રે આટલું મહત્વનું યોગદાન આપનાર હજબાજી ખરેખર સમાજ માટે પ્રેરણાનું કેન્દ્ર બની ગયા છે. જેના કારણે તેમને દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *