IndiaNational

ઉતર ભારત માં વસ્તા લોકો ને પરેશાન કરનાર માહિતી ! વાતાવરણ માં જોવા મળશે આવા ફેરફાર જેના કારણે…..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય એ વિજ્ઞાન અને ટેકનોલોજી નો સમય છે. હાલના સમય માં અનેક એવી વસ્તુઓ વિકાસ પામે છે કે જે માનવી ને વધુ ને વધુ આરામ પહોચાડવા મદદ કરે છે પરંતુ વધતી શોધો એ ઘણી વાર પર્યાવરણ માટે જોખમ પણ ઉભું કરે છે. આપણે સૌ જાણીએ છિએ કે હાલના સમય માં એવી અનેક વસ્તુઓ છે કે જે માનવીને મદદ તો ઘણી કરે છે પરંતુ તેની સાથો સાથ પ્રદુષણ પણ ફેલાવે છે.

આપણે સૌ જાણીએ છીએ કે હાલ ના સમય માં પ્રદુષણ નું સ્તર ઘણું જ વધી ગયું છે જેના કારણે વાતાવરણ માં અનેક અણધારી ફેરફાર જોવા મળે છે. આવા ફેરફાર ઘણી વખત માનવ જીવન ને જોખમ કારક રીતે પ્રભાવિત કરતા હોઈ છે. હાલના સમય માં એક એવોજ અહેવાલ સામે આવ્યો છે કે જે લોકો ને ચિંતા માં મૂકી શકે છે. તો ચાલો આપણે આ બાબત અંગે વધુ માહિતી મેળવીએ.

મળતી માહિતી અનુસાર સમય પ્રદુષણ માં વધારો કરી શકે છે જો વાત ઉત્તર ભારતના મેદાની વિસ્તારો અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે નવેમ્બર અને ડિસેમ્બરના મહિનાઓ આ વિસ્તાર માટે થોડા મુશ્કેલીભર્યા હોવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન એક તરફ જ્યાં લા નીના ને કારણે વાતાવરણ ઠંડુ બનશે અને ઠંડા પવન ફુકસે ત્યાં બીજી બાજુ પરાળ બાળવાની ઘટના ના કારણે હવામાં પ્રદુષણ રૂપી ઝેર ફેલાવવાનું ચાલુ રાખશે.

જેના કારણે જ્યાં એક બાજુ હવા ઠંડુ રહેશે જ્યારે પ્રદૂષિત હવા ના કારણે શ્વાસ લેવો મુશ્કેલ બનશે. જો વાત પર્યાવરણ વૈજ્ઞાનિકો અંગે કરીએ તો તેમના જણાવ્યા અનુસાર તાપમાનમાં ઘટાડો જોવા મળશે જેની સાથે પવનની ધીમી ગતિ અને પવનની દિશા ઉપરાંત બીજા હવામાન પરિબળોને કારણે પ્રદૂષણનું વધુ જોવા મળ્યું છે.

જો વાત આવા હવામાન ની અસર અંગે કરીએ તો ભારતમાં ગંગાના મેદાનોના મોટાભાગના શહેરો ઉપરાંત દેશની રાજધાની દિલ્હી સહિત પંજાબ અને હરિયાણા ઉપરાંત રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ ની સાથો સાથ બિહાર, ઝારખંડ અને બંગાળ જેવા વિસ્તારો માં તેની અસર જોવા મળશે. આવા પ્રદુશિત વાતાવરણ ની અસર છેલ્લા લગભગ એક અઠવાડિયાથી “જોખમી” શ્રેણીમાં ચાલી રહ્યા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે શિયાળા નો સમય પ્રદૂષણમાં વધારો કરવા માટે અનુકૂળ સમય મનાય છે. તેની પાછળ નું કારણ નું વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે આ સમય દરમિયાન ઠંડી હવા ઉત્તર ભારતમાં સ્થિર થાય છે. શિયાળાનો સમય તાપમાનમાં બદલાવ અને ઝાકળની રચના કરે છે. આવા ફેરફાર નું કારણ જ્યારે ઠંડી હવા ગરમ હવાના સ્તર હેઠળ ફસાઈ જાય છે ત્યારે તાપમાન અને વાતાવરણમા ફેરફાર થાય છે.

જો પ્રદુષણ ની વાત કરીએ તો ઠંડી હવા ગરમ હવાથી ઉપર જઈ શકતી નથી અને તેના કારણે તાપમાન ઊંધુ હોય જેના કારણે ઠંડી હવામાં પ્રદૂષણ જોવા મળે છે. આપણે સૌ અનુભવતા હોઈએ છિએ કે શિયાળાના સમય માં ધુમ્મસ જોવા મળે છે આ ધુમ્મસ આવા ઉંધા તાપમાનનુ જ પરિણામ છે. સામાન્ય રીતે વાતાવરણમાં ઊંચી હવા પૃથ્વીની સપાટીની નજીકની હવા કરતાં ઠંડી હોય છે. ગરમ હવા સપાટીની નજીક વધે છે, જે સપાટી પરથી પ્રદૂષકોને વાતાવરણમાં ફેલાવે.

આવા તમામ પરિબળો અને વાતાવરણ માં ફેરફારો ઉપરાંત સતત બીજી વખત લા નીના ના કારણે ઉત્તર પશ્ચિમ ભારત મા આ સમય ગાળા દરમિયાન તીવ્ર શિયાળો જોવા મળશે. આવા વાતાવરણ ને લઈને હવામાન ના જાણકાર લોકો ના જણાવ્યા અનુસાર આ વર્ષે મેદાની વિસ્તારો માં ઘણું નીચા તાપમાન જોવા મળે તેવી સંભાવના છે. જ્યારે નવેમ્બર અને ડિસેમ્બર મહિના ના સમયગાળા માં સામાન્ય કરતાં વધુ ઠંડા હવામાન ની આશંકા છે. એક અહેવાલમા જણાવ્યા અનુસાર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં અમુક ઉત્તરીય વિસ્તારોમાં તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટાડો થવાની પણ આશંકા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *