India

એક એવો દેશ જ્યા લગ્ન પછી મહિલા ને નથી મળતી વિદાય પરંતુ પુરુષો ને બનાવે છે ઘર જમાઈ ! તેના પાછળ નું કારણ જાણી…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે લગ્ન એક પવિત્ર બંધન માં બે વ્યક્તિને બાંધે છે. લગ્નને કારણે બે વ્યક્તિના જીવન ની નવી શરૂઆત થાય છે કારણકે હવે તેમના જીવન માં એક નવી વ્યક્તિ દાખલ થાઇ છે. જેને પ્રત્યે તેની અમુક પ્રકારની જવાબદારિ ઓ હોઈ છે. તેમાં પણ આપણા દેશમાં લગ્નને ઘણુંજ મહત્વ આપવામાં આવે છે લગભગ દેશ ના તમામ લોકો યોગ્ય સમયે લગ્ન કરેજ છે.

આપણે સૌ જાણીએ જ છીએ કે લગ્નમાં અનેક વિધિ અને રીતિ -રિવાજો હોઈ છે અને સામાન્ય રીતે આ તમામ વિધિ પૂર્ણ થાય બાદ છોકરીના પરિવાર દ્વારા છોકરીને તેના નવા જીવન સાથી ની સાથે તેના નવા ઘરે મોકલી દેવામાં આવે છે ત્યાર બાદ આ યુવતી એ પોતાનું આખું જીવન તેજ નવા પરીવાર અને નવા ઘરમાં વિતાવવાનું હોઈ છે.

પરંતુ આજે આપણે એક એવી જગ્યા વિશે વાત કરશું કે જેના વિશે કદાચ તમે નહિ જાણતાહો.આ માહિતી મળ્યા બાદ તમને પણ નવાય લાગશે. જો અમે તમને એમ કહીયે કે લગ્ન બાદ પુરુષોને સાસરે મોકલી દેવામાં આવે છે તો ? કદાચ તમને નવાય લાગશે કારણકે સામાન્ય રીતે લગ્ન પછી છોકરીઓ ની વિદાય હોઈ છે. પરંતુ આપણે આજે એક એવા ગામની મુલાકાત લેશુ કે જ્યાં લગ્ન બાદ સ્ત્રી ને વિદાય આપવામાં આવતી નથી પરંતુ પુરુષ ને તેના સાસરે બોલાવવમાં આવે છે.

આપડે અહીં ઉત્તર પ્રદેશ ના કૌશાંબી હિંગુલપુર ગામની વાત કરવાની છે. આ ગામને જમાઈ ના ગામ તરીકે પણ ઓળખવા માં આવે છે. આ ગામમાં લગ્ન અંગે ની રીત કંઈક અલગ છે અહીં લગ્ન બાદ કન્યા ને નહિ પરંતુ વરરાજા ને જમાઈ તરીકે વિદાઈ આપી કન્યા ના ઘરે મોકલી દેવામાં આવે છે. જ્યાં કન્યા પરીવાર દ્વારા આ જમાઈ ને રોજગાર અથવા રોજગાર માટે ના સાધનો પુરા પાડવામાં આવે છે.

જોકે તમને પણ વિચાર આવશે કે આવું શા માટે કરવામાં આવતું હશે ? તો તમને જાણવી દઈએ કે વર્ષો પહેલા હિંગુલપુર ગામ સ્ત્રી ભૃણહત્યા અને દહેજ હત્યા ના મામલા માં ઘણું જ આગળ હતું. જેને કારણે આ ગામની છોકરીઓને બચાવવા માટે તેમના વડવાઓ એ આવી નવી પ્રથા શરુ કરી જેમાં છોકરીને તેના માતા પિતાના જ ઘરમાં રાખવી તેવું નક્કી કરાયું. જોકે આ પ્રથાનો સ્વીકાર આ ગામના મુસ્લિમ સમાજે પણ કર્યો છે.

તમને જણાવી દઈએ કે ફક્ત હિંગુલપુર જ એવું ગામ નથી કે જ્યાં આ પ્રકારની પ્રથા છે દેશના મધ્ય પ્રદેશ રાજ્યમાં પણ એક આવું ગામ છે કે જેનું નામ બીટલી છે કે જે પ્રદેશ ના નરસિંહપુર જિલ્લા મથક નજીક આવેલ છે ત્યાં પણ આ પ્રકારની પ્રથા છે કે જ્યાં જમાઈ પોતાના સાસરે આવીને રહેવા લાગે છે. આ ગામને જમાઈ ના ગામ તરીકે ઓળખવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *