Gujarat

એક છોકરો જે 23 વષૅની ઉમરમા હજારો કરોડ સંપત્તિ નો માલિક ધરાવે છે ! આ છોકરા વિશે જાણી તમે પણ….

Spread the love

રાજા મહારાજા એ હવે જુના જમાના નો શબ્દો છે એક જમાનો હતો જ્યારે દેશ વિદેશ ના અલગ અલગ જગ્યાઑ પર સરકાર નો નહિ પણ રાજા ના રાજ ચાલતા. પણ હવે આ બદલાતા યુગમાં આ વસ્તુઓ ધીરે ધીરે ઓછી થાતી જાય છે. રાજા મહારાજા એ પોતાના શાહી જીવન શૈલી માટે પણ જાણીતા છે. આજના સમયમાં પણ તેઓનાં વંશજો જોવા મળે છે પોતાના પૂર્વજો ના આ શાહી જીવન શૈલી ને અનુસરે છે. એવામાં આજ આપણે જયપુર શહેર ના મહારાજા પધ્મનાભ સિંહ સાથે મુલાકાત કરાવવા  જાઇ રહ્યા છીએ.

મહારાજ પધ્મનાભ સિંહ એ જયપુર પરીવાર ના 303 મા વંશજ છે. તેઓની ઉમર ફક્ત 23 વષૅની છે પણ તેઓના શોખ અને જીવનશૈલી મહારાજા જેવી જ છે. તેઓ જયપુર રાજ પરીવાર સાથે સંબંધ ધરાવે છે તેથી તેઓ ખુબ સંપત્તિ ધરાવે છે. આજે અમે તમને તેઓની સંપત્તિ, જીવનશૈલી અને તેઓ ના જવન  સાથે સંકળાયેલા અમૂક રસપ્રદ વાત કેહવા જાઈએ છીએ.

પધ્મનાભ સિંહ ના દાદા નુ નામ માનસિંહજી બહાદુર હતૂ. વષૅ 2011 મા તેઓનૂ નિધન થયું હતું એના પછી પધ્મનાભ સિંહ ને રાજા બનાવવામાં આવ્યા. પધ્મનાભ સિંહ અને તેઓનો પરીવાર જયપુર ના સીટી પેલેસ મા રહે છે પધ્મનાભ સિંહ ભલે રાજ ધરાના સાથે સંબંધ ધરાવે છે, પણ તેઓની અંદર કંઈક કરવાની ઈચ્છા પણ હતી. જેમ કે તેઓ એક મોડલ છે. સાથો-સાથ તેઓ પોલોના પણ સારા ખેલાડી છે. તેઓને ફરવાનો ખૂબ શોખ છે. તેઓ અત્યાર સુધીમાં ધણા દેશોના પ્રવાસ કરી ચૂક્યા છે. કહેવાય છે કે તેઓના વધારે પડતો પૈસા પ્રવાસ ના શોખ માજ ખર્ચ થાઇ છે

પધ્મનાભ સિહ નો જયપુરના રામ નિવાસ મહેલ માં તેમનું પોતાનું એક આલીશાન એપાર્ટમેન્ટ છે. આ એપાર્ટમેન્ટ માં તમામ સારી એવી સુવિધા તમને જોવા મળશે. આ બધી વસ્તુ ખુબ સારી ગુણવતા ની છે, તેમની કિંમત લાખો અને કરોડો રૂપિયાની છે. અહીં બેડરૂમ, ડ્રેસિંગ રૂમ, ખાનગી ડાઇનિંગ રૂમ, ખાનગી રસોડું, પુલ અને એક મોટું ફળિયું સહીત ઘણું બધું છે.

આ ઉપરાંત પધ્મનાભ સિંહ ને મોંઘી અને વૈભવી ગાડીયો નો પણ ઘણો જ શોખ છે, તેમની પાસે અનેક મોંઘી ગાડિઓ ઉપરાંત રોયલ ગાડીયો નો પણ શોખ છે. આવી અનેક ગાડીઓ તેમના પાર્કિંગ ની શોભા વધારે છે. જેની કિંમત કરોડો રૂપિયા હશે. પધ્મનાભ સિંહ ની આટલી વૈભવી જીવન શૈલી અને આટલી સારૂ જીવન જોતા તમને પણ એવો સવાલ થશે કે તેમની પાસે કેટલો પૈસો છો. તો ચાલો આપડે તે અંગે માહિતી મેળવીયે.

જેમ તમે જાણો છો તેમ પધ્મનાભ સિંહ એ એક રાજાશાહી પરિવાર માંથી આવે છે. તેથી તેમની પાસે પૂર્વજો નો ઘણો પૈસો તો છેજ પરંતુ તેમાં તેમની પેઢી દર પેઢી વધારો કરતી જાઈ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે પધ્મનાભ સિંહ 20 હજાર કરોડ ની સંપત્તિ ના માલિક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *