એક તેઝ રફ્તાર આવતા ટ્રકે બે સિપાઈ ને ટક્કર મારી જેના કારણે તેમને સારવાર માટે લઇ જવાય ત્યાં બંને સિપાઈ…..

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલ આપણા દેશ અને રાજ્યમાં અકસ્માત ના કિસ્સો માં વધારો નોંધાઈ રહ્યો છે. જેની પાછળ નું કારણ લોકોનું બેફામ રીતે વાહન ચલાવવાંનું ગણી શકાય. આપણે જયારે પણ ફોન કે છાપું ખોલીએ ત્યારે લગભગ રોજ આપણે આવા અકસ્માતો વિશે જોતા અને વાંચતા હોઈએ છીએ. આવા અકસ્માત ના કારણે અનેક લોકો જીવ ગુમાવે છે. જયારે ઘણા લોકો ને ઇજા પણ થાય છે અકસ્માત થવાનું મૂળ કારણ એ વાહન ચલાવનાર લોકો ની ગેર સમાજ કે ભૂલ હોઈ શકે. અકસ્માત માં મૃત્યુ પામતા લોકોના પરિવાર નો શું હાલ થતો હશે તેના વિશે આપણે માહિતગાર છીએ.

કારણકે આપણે સૌ જણીએ છીએ કે પોતાના સ્વજનો ને ખોવાનું દુઃખ કેટલું હોઈ છે. જો કે ઘણી વખત એવા પણ અકસ્માતો સર્જાતા હોઈ છે. કે જેમાં સામે વાળા વ્યક્તિની ભૂલ ના કારણે અન્ય વ્યક્તિને અકસ્માત નો સામનો કરવો પડે છે અને ઘણી વખત આવા અકસ્માત માં તેમનો જીવ પણ ચાલ્યો જાય છે. હાલ આવાજ એક અકસ્માત અંગે માહિતી મળી રહી છે કે જ્યાં એક ટ્રકે બે સિપાઈઓ ને ટક્કર મારી હતી જેના કારણે બંને સિપાઈ ને ઘણી ઇજા પહોચિ અને તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા જ્યાં તેમના મોત થયા. આ બનાવ અંગે ની વિગતો આ પ્રમાણે છે.

મળતી માહિતી મુજબ આ બનાવ શિવપુર પોલીસ સ્ટેશન ના ગણેશપૂર નો છે. કે જ્યાં બે સિપાઈઓ ને ટ્રેક દ્વારા ટક્કર મારવામાં આવી હતી. જે બાદ સારવાર દરમિયાન આ બંને સિપાઈ ના મૃત્યુ થયા હતા. જો વાત આ બંને સિપાઈ વિશે કરીએ તો તેમાંથી એક નું નામ અજય ભાન ગિરી જયારે બીજા સિપાઈ નું નામ જય બહાદુર યાદવ છે. તમને જાણવી દઈએ કે જય બહાદુર યાદવ આઝમગઢ જિલ્લાના રાની વિસ્તાર ના સારાય ના નિવાસી છે અને તેમને 1 ઓક્ટોબર ના રોજ જનસા ના બડગામ પોલીસ સ્ટેશન પર મોકલવામાં આવ્યા હતા.

આ દરમિયાન તેઓ અજય ગિરી સાથે આ વિસ્તાર ના ગણેશ પૂર રસ્તા પાસે ફરવા નીકળ્યા હતા. ત્યારે વારાણસી થી બાબતપુર જતા હાઇવે પર ક્રોસિંગ હતું નહિ જેના કારણે તેઓ સામે આવેલ એક ચાની દુકાન માં ચા પીવા ગયા. જે બાદ તેઓ પરત આવવા ગાડી માં બેઠા ત્યારે એક તેજ રફ્તાર આવતા ટ્રકે તે બંને ને ટક્કર મારી જે બાદ આ ટ્રક સામે ઉભેલા શિવપુર પોલીસ સ્ટેશન ના પીઆરબી ને પણ ટક્કર મારી હતી. જોકે આ અકસ્માત બાદ ટ્રેક ચલાવનાર વ્યક્તિ ટ્રક સાથે ઘટના સ્થળેથી ભાગી ગઈ હતી. આ અકસ્માત માં બન્ને સિપાઈ ને ઘણી ઇજા પહોંચી હતી. જેના બાદ તેમને ઈલાજ માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. હાજર પોલીસ અને અધિકારીઓ દ્વારા તે બંને ને પૂરતા સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *