કાલે જવા થઈ રહ્યું છે સદિનુ સૌથી મોટું ચન્દ્ર ગ્રહણ આટલી રાશિઓ ને થશે અસર જાણો પ્રભાવ…..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે અંતરિક્ષ ઘણું જ વિશાળ છે. આપણે આ વિશાળ અંતરિક્ષ ના એક નાના ભાગમાં સ્થાન ધરાવીએ છિએ. અંતરિક્ષ માં અવાર નવાર અનેક વિભિન્ન ઘટનઓ બનતી હોઈ છે. આવી ઘટનાઓ પૈકી અમુક ઘટનાઓ વિશે આપણે માહિતગાર હોઈએ છિએ જ્યારે અમુક ઘટના વિશે માહિતી મેળવવાનો પ્રયાસ શરૂ હોઈ છે.

આ ઘટનાઓ પૈકી ચન્દ્ર ગ્રહણ અને સૂર્ય ગ્રહણ એક છે. જો વાત આ ગ્રહણ વિશે કરીએ તો જયારે ચન્દ્ર પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવી જાય ત્યારે પૃથ્વી પર અમુક ભાગોમાં ચન્દ્ર નો પડછાયો પડે છે જેના કારણે સૂર્ય ગ્રહણ સર્જાય છે તેવી જ રીતે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચન્દ્ર વચ્ચે આવે તયારે ચન્દ્ર ગ્રહણ સર્જાય છે. હાલ આવુ જ એક મોટું ચન્દ્ર ગ્રહણ સર્જાવ્વા જઈ રહ્યું છે. વિજ્ઞાનીકો ના માટે આ ચંદ્રગ્રહણ 580 વર્ષ પછી થઈ રહ્યું છે.

જો વાત આ ચન્દ્ર ગ્રહણ અંગે કરીએ તો તે કાલે એટલેકે 19 નવેમ્બર ના રોજ થવા જઈ રહ્યું છે. કે જે આ વર્ષનું સૌથી છેલ્લું અને આ સદિનુ સૌથી મોટું ચંદ્રગ્રહણ હશે. આ ચંદ્ર ગ્રહણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે આ ચંદ્રગ્રહણ કારતક મહિના ના શુક્લ પક્ષની પૂર્ણિમા નાં દિવસે સર્જવ્વા જઈ રહ્યું છે આ દિવસ ને કારતક પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ સમય ની સૌથી મહત્વની વાત એ છે કે આ દિવસે કારતક માસ પૂર્ણ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે આ ચન્દ્ર ગ્રહણ એટલે પણ ખાસ છે કે આ ચંદ્રગ્રહણ છેલ્લા 580 વર્ષોનું સૌથી લાંબુ આંશિક ચંદ્ર ગ્રહણ છે. તમને જણાવી દઈએ કે આ ચન્દ્ર ગ્રહણનો સમય ગાળો લગભગ સાડા ત્રણ કલાકનો રહેશે. જો વાત આપણા દેશ એટલે કે ભારત અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે આ ચંદ્રગ્રહણ ભારત માં બપોરે 12:48 થી 04:17 મિનિટ સુધી ચાલશે.

જો વાત આ ગ્રહણ ના સૂતક અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે આ આંશિક ચંદ્ર ગ્રહણ હોવાથી કોઈ સૂતક રહેશે નહીં. જેના કારણે જ્યોતિષીઓ ના માટે ચંદ્રગ્રહણ ની ભારત પર કોઈ અસર જોવા મળશે નહીં. આંશિક ચન્દ્ર ગ્રહણ ના કારણે આ છાયા ગ્રહણ જેના કારણે સુતક કાળ રહેશે નહીં.

જો વાત ગ્રહણ ના સૂતક અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે જ્યારે સંપૂર્ણ ગ્રહણ હોય ત્યારે જ સૂતક લાગુ પડે છે. જેના કારણે ગ્રહણ શરૂ થવાના 9 કલાક પહેલા સુતક શરૂ થાય છે. તમને જણાવી દઈએ કે આજ વખતે ચંદ્રગ્રહણ વૃષભ રાશિમાં થવાનુ છે. જેના કારણે વૃષભ રાશિના લોકો પર આ ચન્દ્ર ગ્રહણ ની મહત્તમ અસર જોવા મળશે. આ ઉપરાંત કૃતિકા નક્ષત્રમાં ચંદ્ર ગ્રહણ થવાનું છે. જેના કારણે આ નક્ષત્રમાં જન્મેલ લોકોએ સાવધાન રહેવાની જરૂર છે.

જો વાત આ ગ્રહણ ક્યારે શરૂ થશે તે અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે ભારતીય સમય પ્રમાણે આ ચન્દ્ર ગ્રહણ સવારે 11.34 વાગ્યા થી શરૂ થશે. કે જે સાંજે 5:33 કલાક સુધી ચાલસે આમ આ ગ્રહણનો કુલ સમય 5 કલાક 59 મિનિટનો જોવા મળશે.

જો વાત રાશિ પ્રમાણે આ ગ્રહણના અસર અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે મેષ રાશી વાળા જતકો ને પૈસા અને સ્વાસ્થયને લઈને સાવધાની રાખવી પડશે. આ ઉપરાંત મહત્વપૂર્ણ કાર્યોમા ઉતાવળ કરવી નહીં.

જયારે વાત વૃષભ રાશિ ના જાતકો અંગે કરીએ તો આ જાતકો ને સાવધાન રહેવાની જરૂર છે. જેના કારણે આ રાશી વાળા લોકોને વિવાદોથી દૂર રહેવુ. આ ઉપરાંત વાહન ચલાવતી વખતે કાળજી રાખવી.

આ ઉપરાંત વાત જો વાત સિંહ રાશિ ના જાતકો અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે આ ગ્રહણ કૃતિકા નક્ષત્રમાં થઈ રહ્યું છે. અને આ નક્ષત્રના સ્વામી સૂર્ય દેવ છે. ગ્રહણ દરમિયાન આ જતકો એ સ્વભાવમાં નમ્રતા અને વાણીમાં મધુરતા રાખવી હિતવહ રહેશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *