IndiaNational

શું પાકિસ્તાન જેવા અસુરક્ષિત દેશ માં જઈને ચેમ્પિયન્સ ટ્રોફી રમશે ભારતીય ટીમ ? સરકારની મોટી જાહેરાત…..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણા દેશ માં લોકો ને ક્રિકેટ કેટલું પસંદ છે. જયારે પણ વાત રમત ની આવે છે ત્યારે દરેક વ્યક્તિ ની લગભગ પહેલી પસંદ ક્રિકેટ જ હોઈ છે. લોકો ક્રિકેટ જોવા ની સાથો સાથ તેને રમવાનું પણ ઘણું પસંદ કરે છે. લોકો માં ક્રિકેટ ને લઈને એક અલગ જ ઉત્સાહ જોવા મળે છે.

આજે સમગ્ર વિશ્વમા ક્રિકેટ ને લઈને ઘણી અલગ અલગ ટુર્નામેન્ટ યોજ્વામા આવે છે. અને તેમાં અલગ અલગ ટ્રોફીઓ પણ આપવામાં આવે છે. આવી જ એક ટુર્નામેન્ટ છે ચેમ્પિયન્સ ટ્રોફી કે જેનું આયોજન આઇસિસિ દ્વારા કરવામાં આવે છે. આ ટુર્નામેન્ટ અલગ અલગ દેશોમા યોજવામા આવે છે. તમને જણાવી દઈએ કે હાલ આ ટુર્નામેન્ટ ઘણી ચર્ચામા છે. જેની પાછળ નું કારણ વર્ષ 2025 માં યોજાનાર આ ચેમ્પિયન્સ ટ્રોફી છે.

કારણ કે આજ વખતે આઇસિસિ દ્વારા પાકિસ્તાનને આ વૈશ્વિક ટૂર્નામેન્ટની યજમાની સોંપવામાં આવી છે. કે જે ઘણા દેશો માટે ચિંતાનો વિષય છે. કારણકે આપણે સૌ જાણીએ છિએ કે પાકિસ્તાન ઘણો જ અસુરક્ષિત દેશ છે. આ દેશ આતંકીઓ ને મદદ કરવા અને સમગ્ર વિશ્વમા આતંક ફેલવ્વા માટે ઘણો જ બદનામ છે. જેના કારણે અહીં આવનાર ટિમો પર સતત આતંકી હુમલાઓ નો ડર જોવા મળે છે.

તેમને જણાવી દઈએ કે વર્ષ 2009 માં પાકિસ્તાન રમવા ગયેલ શ્રીલંકાની ક્રિકેટ ટીમની બસ પર આતંકવાદી હુમલો થયો હતો. આ ઘટના પછી ઘણા દેશો પાકિસ્તાન માં પોતાની ટીમ મોકલતા બચે છે. હવે આ તમામ વાતો વચ્ચે સૌથી મોટો પ્રસન્નએ છે કે શું બિસિસિઆઇ વર્ષ 2025મા યોજાનાર ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન જેવા ખતરનાક દેશમાં ક્રિકેટ રમવા મોકલશે?

જો કે આ અંગે હવે ભારત સરકાર અને બિસિસિઆઇ દ્વારા પોતાનો વિચાર રજૂ કરવામાં આવ્યો છે. આ માહિતી મળતા રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે આ મામલે નિર્ણય લેવામાં ગૃહ મંત્રાલય સામેલ થશે. ફિલ્હાલ આ અંગે કોઈપણ પ્રકારનો નિર્ણય લેવો ઉતાવળ ગણાશે અને હાલ સરકાર પાકિસ્તાન ની સુરક્ષા સ્થિતિ પર નજર રાખી રહી છે. જેના કારણે હવે પાકિસ્તાન માં ક્રિકેટ રમવા જવું કે નહીં તેના અંગે ભવિસ્યમા નિર્ણય લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *