India

ક્રુરતા ભરિયો મામલો ! બદામાશો એ લીધો વૃદ્ધાનો જીવ અને ચોરી ગયા વૃદ્ધ દંપતિ ની જમાપુંજી…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા સૌના જીવન માં પૈસાનું ઘણું મહત્વ છે. અને હાલના સમય માં પણ લોકો દ્વારા નાણાંને ઘણું અગત્યતા આપવામાં આવે છે. જીવન જરૂરિયાત થી લઈને મોજ શોખ દરેક વસ્તુઓ માટે પૈસાની જરૂર પડે છે. આપણે સૌ જણીએ છીએ કે આપણા દરેક ના જીવન માં પૈસો ઘણો મહત્વ ધરાવે છે જેના કારણે અનેક લોકો નાણાં મેળવવા માટે અનેક પ્રકારના કર્યો અને કામ કરે છે. અને પોતાની મહેનત અને ઈમાનદારી થી નાણાં કમાય છે.

જયારે અમુક એવા પણ લોકો હોઈ છે કે જેમને પૈસા કમાવવા માટે મહેનત કરવી ગમતી નથી પરંતુ તેઓ અન્ય ના પૈસા પર નજર રાખે છે અને અન્ય ના પૈસાને ચોરી કરી લે છે આપણે અવાર નવાર ચોરી ને લગતા અનેક કિસ્સો જોતા અને સાંભળતા હોઈ એ છીએ કે જ્યાં લોકો પોતાની પૈસાની જરૂર પૂરીકરવા અને પોતાના સ્વાર્થ માટે અન્ય દ્વારા કરેલ મહેનત ના પૈસા અને કિંમતી વસ્તુઓ ચોરતા જરા પણ ખચવાતાં નથી.

હાલ આવો જ એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં બદમાશો દ્વારા એક વૃદ્ધ મહિલા ને મારવામા આવી અને તેના પછી તે વૃદ્ધ દંપતિએ પાઈ પાઈ કરીને એકઠી કરેલ પોતાની જમાપુંજી પણ આ બદમાશો ચોરી ગયા હતા. આ ક્રૂર બનાવ ની વિગતો આ પ્રમાણે છે મળતી માહિતી અનુસાર આ બનાવ રાજસ્થાન ના જયપુરમા આવેલ નરૈના નગરમાં ખટીક કી ધનીનો છે અહીં રહેતી વૃદ્ધ દંપતિ કે જેમાં પંચુરામ ખટીક જેમની ઉંમર 85 વર્ષ હતી તેઓ પોતાની પત્ની સુરતા દેવી કે જેઓ 80 વર્ષના હતા તેમની સાથે રહેતા હતા તેમને એક પુત્ર પણ હતો પરંતુ તે કેન્સરના કારણે મૃત્યુ પામ્યો હતો.

પુત્રના મૃત્યુ બાદ દંપતિ ની પુત્રવધૂ અને પૌત્ર અલગ રહેવા લાગ્યા. એવા સમયે વૃદ્ધ પંચુરામે 60 વર્ષનું વ્યાજ દ્વારા નાણાં એકઠા કરીને એક કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. આ જમા કરેલ રકમ તેમણે ઘરમા જ એક બોક્સ અને કબાટ ઉપરાંત પલંગમાં છુપાવીને રાખીયા હતા. આ ઉપરાંત તેમની પાસે લગભગ 25 તોલા જેટલું સોનું અને 12 કિલો ચાંદી પણ ઘરમાં બોરીઓ અને પ્લાસ્ટિકની થેલીઓમાં રાખવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે ગુરુવારે રાત ના સમયે બદમાશો આ વૃદ્ધ દંપતીના ઘરમાં ઘૂસ્યા અને આ દંપતિ દ્વારા એકઠી કરવામાં આવેલ મૂડી અને દાગીના ચોરી ગયા હતા. તેમણે ચોરી ની સાથો સાથ તેમની પત્નીની પણ હત્યા કરી હતી. આ બનાવ ને 24 કલાક થઈ ગયા છે છતા પણ હજુ શુધી આ બદમાશોની ઓળખ થઈ શકી નથી.

જણાવી દઈએ કે પોલીસને શંકા છે કે બદમાશો વૃદ્ધ દંપતી ને ઓળખતા જ હતા. તેને પહેલેથી જ ખબર હતી કે વૃદ્ધ દંપતી ઘરમાં એકલું રહે છે તેમની પાસે બોક્સમાં કરોડો રૂપિયા ભરેલા છે જેના કારણે આ હત્યામાં સ્થાનિક વ્યક્તિ કે પરિચિતની સંડોવણી હોવાની આશંકા છે આ ઘટના ને લઈને હાલ 50 થી વધુ પોલીસકર્મીઓ અને ડોગ સ્કવોડની ટીમ તપાસ માં રોકાયેલી છે જેથી બદમાશોની ઓળખ કરી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *