Gujarat

ગુજરાત નો આવાજ

Spread the love

માં કાલરાત્રી ની પૂજા કરતી વખતે તે રાખો આટલું ધ્યાન તો થશે કાલરાત્રી પ્રસન્ન! પુજા કેવી રીતે થાય તે જાણો..મિત્રો આપણે જાણીએ છીએ કે સમગ્ર સંસાર આપમેળે ચાલતું નથી આટલી મોટી વ્યવસ્થા ને કોઈક તો ચલાવે જ જેને આપણે સૌ ભગવાન તરીકે ઓળખીએ છીએ સમગ્ર વિશ્વમાં આ ભગવાન અલગ અલગ રૂપમાં પુજાઈ છે. માનવ જાત ખુબજ આસ્થાવાન છે અને તેને ભગવાન પર ઘણીજ આસ્થા છે જેને કારણે તેને જયારે પણ કોઈ મુશ્કેલી સર્જાઈ ત્યારે તેમાંથી નીકળવા કે કઈ પણ પ્રકારની સિદ્ધિ મેળવવી હોઈ ત્યારે તે પોતાની મહેનત સાથે સાથે ભગવાનની આરાધના પણ કરવા માંડે છે.

ભગવાન ઘણા દયાળુ છે તે પોતાના ભક્તની પુકાર તરતજ સાંભળીલે છે. આપણે અહીં એક એવાજ માતાજીની પૂજા વિધિ વિશે વાત કરશું કે જો તમે તે અંગેના સુચનોનું યોગ્ય રીતે પાલન કરીને માતાજીની પૂજા કરશો તો માતાજી તમારા પર અવસ્ય પ્રસન્ન થશે અને તમે કરેલ માતાજી ની પૂજને કારણે તમારી અનેક સમસ્યાઓ પણ દૂર થઇ જશે તો ચાલો આપણે આ સમગ્ર માહિતી વિસ્તારથી મેળવીએ.

મિત્રો આમતો દરેક ભગવાન મનવાંછિત ફળ આપે છે પરંતુ આપણે આજે અહીં એક એવામાં માતાજી વિશે વાત કરશું કે જેમની પૂજા કરવાથી તમને અભય પદ પ્રાપ્ત થશે. આજે આપણે માતા કાલરાત્રિ અને તેમની કઇ રીતે પૂજા કરવી તે અંગે વિસ્તારથી માહિતી મેળવશું. માતા કાલરાત્રિ આપણે સૌ જાણીએ છીએ કે નવરાત્રીમાં સાતમું નોરતું માતા કાલરાત્રિ નું હોઈ છે. માતા કાલરાત્રિ તેમના ભક્તો પર અસીમ કૃપા વરસાવે છે. આમતો માતાજીના રૂપને જોતા થોડો દર લાગે છે કારણકે માતાજીના શરીર નો રંગ અંધારી રાતની જેમ ઘણો કાળો છે.

વળી તેમના માથાના વાળ પણ વિખરાયેલ હોઈ છે. તેઓ ગાળામાં ચમકતી માળા ધારણ કરે છે. તેમના ત્રણ નેત્ર છે. તેમની નાસિકાઓ માંથી શ્વાસ અને ઉચ્છવાસથી ભયંકર અગ્નિની જવાળાઓ નીકળે છે. માતાજીનો જમણી બાજુનો ઉપરનો હાથ વરમુદ્રામાં છે જે લોકોને આશીર્વાદ પ્રદાન કરે છે જયારે નીચેનો હાથ અભયમુદ્ર માં જોવા મળે છે. માતાજીએ ડાબી બાજુ ના ઉપરના હાથમાં ખડગ જયારે નીચેના હાથ માં વ્રજ ધારણ કરેલ છે.

આટલું વિકરાળ સ્વરૂપ હોવા છતાં પણ તેમના ભક્તોને થોડું પણ ડરવાની જરૂર નથી કારણકે માતાજી તેમના બાળકો ની હંમેશા રક્ષા કરે છે અને શુભ ફળ આપે છે. માતાજીની ભક્તિથી ભક્તોને દૈત્ય, દાનવ, ભૂત, પ્રેત, સહીત કોઈ પણ વસ્તુથી ડરવાની જરૂર નથી કારણકે માતાજી તેમના બાળકોને તમામ મુસીબતો માંથી હંમેશા રક્ષણ કરે છે.

જો વાત માતાજીની પૂજા વિશે કરીએ તો માતા કાલરાત્રિની પૂજા કરતા સમયે યમ, નિયમ, અને સંયમ, નું પાલન જરૂરી છે, વળી મન, વચન, અને કાયાની પવિત્રતા અનિવાર્ય છે. માતાજીની પૂજા કરનાર પર તમામ ગ્રહો શાંત રહે છે. તેમને ભૂત, પ્રેત ઉપરાંત જળ, અગ્નિ, પશુ, પ્રાણી ઉપરાંત શત્રુ નો ભઈ રહેતો નથી. આ માટે માતાજીના ઉપાસકે પ્રથમ બ્રાહ્મણ ને બોલાવીને માતાજીનું પૂજન કરવું. અને બીજ મંત્ર નો જાપ કરવો ઉપરાંત ચંડીપાઠ કરવો. જો વાત નૈવેદ્ય વિશે કરીએ તો નૈવેદ્ય તરીકે ગોળ અર્પણ કરવો અને ત્યાર બાદ તેને પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરવો.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *