પત્ની ના મુત્યુ થયા પછી તેના પતિ અને દિકરી એ ભર્યું એવું પગલું જે જાણી તમે પણ….

મિત્રો આમતો લગ્ન ને ઘણુંજ મહત્વ આપવામાં આવે છે લગ્ન ગ્રંથિ થી જોડાયેલ દંપતિ ગમ્મે તેવી પરિસ્થી માં એક બીજા સાથે રહેવાનું અને આવનાર તમામ પડકારો નો સાથે સામનો કરવાનું એક બીજા ને વચન આપે છે. પરંતુ ઘણી વાર આવા વચનો ટકતા નથી અને જે પતિ પત્ની કે જેમણે એક બીજા સાથે સાત જન્મ રહેવાના વચન આપ્યા હતા તેઓ એકજ જન્મ માં અલગ થઇ જાઈ છે.

મિત્રો બાળક કોઈ પણ હોઈ કે ભલે ને બીજાનું પણ કેમના હોઈ પરંતુ તે ભગવાનનું રૂપ ગણાય છે. પરંતુ ઘણા લોકો ને આ વાત સમજ નથી આવતી આપણે અહીં એવું એવાજ કિસ્સા વિશે વાત કરવાની છે કે જ્યાં એક દંપતી નો અંત આવ્યો જેની પાછળ નું કારણ એક સાવકી દીકરી અંગે ની જવાબદારી હતી આ ઘટના રાજ્યના સુરત ની છે. તો ચાલો આ ઘટના વિશે વિસ્તારથી માહિતી મેળવીએ.

આ બનાવ સરથાણા વ્રજભૂમિ સોસાયટી નો છે અહીંયા મૂળ જૂનાગઢ લીલવા ગામનો એક વ્યક્તિ રહેતો હતો કે જેનું નામ સંજય ભાણજી ભાઇ છે. તેઓ અહીં તેમની પત્ની રેખા બહેન સાથે રહેતો હતો, જોકે આ સંજય ના બીજા લગ્ન હતા, આ અગાઉ તેના લગ્ન જલ્પા સાથે થયા હતા. સંજય અને જલ્પા ને એક 7 વર્ષની દીકરી પણ છે જેનું નામ જીયા છે. જો વાત રેખા બહેન વિશે કરીએ તો આ રેખા બહેનના પણ બીજા લગ્ન હતા. તેમને પહેલા લગ્નથી એક સંતાન પણ છે.

પત્ની જલ્પા સાથે ના છુટા છેડા બાદ દિકરી જીયા પિતા સાથે રહેતી હતી. પરંતુ જીયાના કારણે સંજય અને રેખા વચ્ચે વારંવાર ઝગડાઓ થતા. જેને કારણે એક વાર કંટાળીને રેખા એ અનાજ માં નાખવાની દવા પી લીધી. અને આત્મહત્યા કરી લીધી. જેને કારણે પતિ સંજય ઘણોજ ડરી ગયો અને જેલ જવાની બીકે તે પોતાની દિકરી સાથે આત્મહત્યા ના ઇરાદે સવજી કોરાટ બ્રિજ પાસે ભાવની સોસાયટી નજીક જઈ ને પ્રથમ ઘણું જ રડ્યા બાદ દિકરી સાથે નદીના પાણીમાં કૂદી ગયો.

જોકે તેજ સમયે માછલી પકડતા માછીમારોએ સંજય ને ડૂબતો બચાવીને સારવાર અર્થે દવાખાને લઇ જવામાં આવ્યો. આ મામલાની જાણ થતા કાપોદ્રા પોલીસ સંજય પાસે પહોંચી ત્યારે સંજયે બનેલી ઘટના પોલીસ ને જણાવી. ત્યાર બાદ ફાયર બ્રિગેડ ની ટીમને સાંજના સમયે જીયા ની લાસ મળી આવી. આ ઘટનામાં રેખા અને જીયાએ પોતાનો જીવ ગુમાવ્યો જયારે સંજય સારવાર હેઠળ છે. પોલીસે રેખા ની મૃત્યુ ને આકસ્મિક મૃત્યુ જયારે સંજય ની સામે જીયાની હત્યાનો ગુનો દાખલ કર્યો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *